ગુજરાત સહિત દેશભરની આંગણવાડી બહેનોને ગ્રેચ્યુઈટીનો લાભ મળશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ભારતીય મઝદૃૂર સંઘ અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોનાં પ્રશ્ર્નોના નિવારણ માટે પ્રયત્નો કરી રહૃાા છે. આ સંઘ સાથે અલગ અલગ શ્રમિક સંગઠનો જોડાયેલા છે. જેના મુજબ આંગણવાડી કર્મચારીઓ પણ ભારતીય મઝદૃૂર સંઘ સાથે જોડાયેલા છે. આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોને મૃત્યુ અથવા નિવૃત્તિના સમયે સરકાર દ્વારા ગ્રેચ્યુઈટીમાં કોઇ લાભો આપવામાં આવતા હતા નહીં. જેને લઇને ભારતીય મઝદૃૂર સંઘ દ્વારા સુપ્રિમ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન નં. 30193/2017થી કેસ દૃાખલ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસમાં ભારતીય મઝદૃૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઇ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ-1972 આંગણવાડી કાર્યકર તેમજ સહાયકી બહેનોને લાગુ પડશે. તેમજ ગ્રેચ્યુઇટીની રકમ ચુકવણીમાં મોડું થવાના કિસ્સામાં વ્યાજ સાથે ગ્રેચ્યુઇટીની રકમ ચુકવાની થશે એવો હુકમ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રસ્તોગીજીએ કર્યો હતો. હવે પછી નિવૃત થતાં આંગણવાડી કાર્યકરો તેમજ સહાયક બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ-1972 મુજબ ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવાપાત્ર થશે. આ ચુકાદૃાથી ગુજરાતનાં અંદૃાજીત દૃોઢ લાખ કાર્યકર તેમજ સહાયક બહેનોને ગ્રેચ્યુઇટીની રકમનો લાભ મળવા પાત્ર થશે.

Read About Weather here

ભારતીય મઝદૃૂર સંઘના સંગઠન મંત્રી રામપાલ સોની દ્વારા જુનાગઢમાં ક્ધટ્રોલિંગ અધિકારીને બે કેસના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં વેરાવળના ઉષાબેન કિશોરભાઇ કાચા અને કોડીનારના રંજનબેન ગૌસ્વામીને વ્હેલી તકે રકમ આપવામાં આવવાની હોવાનું એક યાદૃીમાં જણાવવામાં આવ્યું હતું.ગીર સોમનાથ જિલ્લા સહિત દેશભરની આંગણવાડીના કાર્યકરો, સહાયક બહેનો માટે હસુભાઇ દૃવે દ્વારા સુપ્રિમ કોર્ટ સુધી લડત લડ્યા હતા. જેમાં નિવૃત થતાં આંગણવાડી કાર્યકરો તેમજ સહાયક બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ-1972 મુજબ ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવાપાત્ર થશે અને આ ચુકાદૃાથી રાજ્યની અંદૃાજીત દૃોઢ લાખ કાર્યકર તેમજ સહાયકો બહેનોને ગ્રેચ્યુઇટીની રકમનો લાભ મળવાપાત્ર થશે. ભારતીય મઝદૃૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું શ્રમિક સંગઠન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here