24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત
છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૧,૩૮૬ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૧૭૩૩ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે. મંગળવારે ૧૧૯૨, સોમવારે ૯૫૯, રવિવારે ૮૯૩ તો શનિવારે ૮૭૧ લોકોના મોત થયા હતા. ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પણ ચિંતાની વાત એ છે કે સતત પાંચમાં દિવસે મોતનો આંકડો વધ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૬૧ લાખ કેસ નોંધાયા છે પણ ૧૭૩૩ લોકોના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેસની વાત કરીએ તો આ પહેલા મંગળવારે ૧.૬૭ લાખ, સોમવારે ૨.૦૯ લાખ, રવિવારે ૨.૩૪ લાખ, શનિવારે ૨.૩૫ લાખ કેસ નોંધાયા હતા. ગઇકાલ કરતા આજે કેસ ૩.૪ ટકા ઓછા નોંધાયા છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૭,૯૭૫ લોકોના મોત થયા છે. દેશમાં રિકવરી રેટ ૯૪.૯૧ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૩,૯૫,૧૧,૩૦૭ લોકો સાજા થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૫૭,૪૨,૬૫૯ વેકસીન ડોઝ અપાયા છે.

Read About Weather here

અત્યાર સુધીમાં ૧,૬૭,૨૯,૪૨,૭૦૭ વેકસીન ડોઝ અપાયા છે. દેશમાં ૫ સૌથી સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો કેરળથી ૫૧૮૮૭, તામિલનાડુથી ૧૬૦૯૬, મહારાષ્ટ્રથી ૧૪૩૭૨, કર્ણાટકથી ૧૪૩૬૬ અને ગુજરાતથી ૮૩૩૮ કેસ સામે આવ્યા છે.દેશમાં ડેઇલી પોઝીટીવીટી રેટ ઘટીને ૯.૨૬ ટકા થયો છે પહેલા તે ૧૧.૬ ટકા હતો. વીકલી પોઝીટીવીટી રેટ ૧૪.૧૫% હતો.૧,૬૧,૩૮૬ નવા કેસ સાથે કુલ કેસ ૪,૧૬,૩૦,૮૮૫ થયા છે. ૨૪ કલાકમાં ૨,૮૧,૧૦૯ રીકવરી થઇ છે. એકટીવ કેસ ૧૬,૨૧,૬૦૩ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here