2060 સુધીમાં પ્લાસ્ટિક પ્રદુષણ નવું શિરદર્દ બનશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિશ્વભરમાં પ્લાસ્ટિકની સમસ્યા આવનારા દાયકાઓમાં મોટું શિરદર્દ બની રહેશે. 2060 સુધીમાં પ્લાસ્ટિક કચરા અથવા તો ભંગારનું પ્રમાણ ત્રણ ગણું વધી જશે અને તેના પ્રશ્ર્ન વધુ ગંભીર બની જશે. તેમ ટેક્સ સંસ્થાનો અહેવાલ જણાવે છે.આર્થિક સહકાર અને વિકાસ સંસ્થાનો અહેવાલ જણાવે છે કે, 2060 સુધીમાં પ્લાસ્ટિકનાં વિશ્વવ્યાપી વપરાશનું પ્રમાણ ત્રણ ગણુ થઇ જવાની ધારણા છે અને એટલો જ તેનો કચરો નીકળશે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વમાં અનેક દેશો પ્લાસ્ટિક કચરાની સમસ્યાનાં નિકાલ માટે ઝ્જુમી રહ્યા છે. પગલા લેવામાં આવી રહ્યા છે. છતાં આગામી દાયકાઓમાં પ્લાસ્ટિકનો વપરાશ બે ગણો કે ત્રણ ગણો વધી જવાની સંભાવના છે.અહેવાલ જણાવે છે કે, ભવિષ્યમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન 1.2 અબજ ટન 2060 સુધીમાં થઇ જવાની ધારણા છે. પ્લાસ્ટિક કચરાનું પ્રમાણ વધીને 1 અબજ ટન સુધી પહોંચી જવાની ભીતિ છે. નિષ્ણાંતોએ લાલબતી છે કે, ભવિષ્યમાં પ્લાસ્ટિક કચરાનાં રીસાઈકલ માટે વિશ્વવ્યાપી ધોરણે સંકલિત નીતિઓ અને વ્યાપક પગલાઓની જરૂર પડશે. અત્યારે 12 ટકા પ્લાસ્ટિક કચરો જ રીસાઈકલ થાય છે.

Read About Weather here

જેનું પ્રમાણ વધારીને 40 ટકા જેવું કરવું પડશે.વિશ્ર્વભર માટે પ્લાસ્ટિક, ભંગાર અને કચરો એ બહુ મોટી સમસ્યા બન્યા છે. દરિયામાં વિહરતી માછલીઓનાં પેટમાં અત્યંત શુધ્ધ ગણાતા આર્કટીક બર્ફીલા સમુદ્ર વિસ્તારમાં પણ પ્લાસ્ટિકનાં અવશેષો જોવા મળી રહ્યા છે. પ્લાસ્ટિક વેસ્ટને કારણે દર વર્ષે 10 લાખ જેટલા દરિયાઈ પક્ષીઓનાં મૃત્યુ થાય છે અને 1 લાખ જેટલા દરિયાઈ સૃષ્ટિનાં જળપ્રાણીઓનું મૃત્યુ થતું નોંધાયું છે. એટલે પ્લાસ્ટિક પ્રદુષણ પર્યાવરણ સુરક્ષા સામેનો 21મી સદીનો સૌથી મોટો પડકાર જેનાથી સમગ્ર પર્યાવરણ અને ઇકો સિસ્ટમ તથા માનવ આરોગ્ય ભયંકર હદે ખતરામાં મુકાઇ ગયા છે. ઉતર અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં પ્લાસ્ટિકનો વપરાશ બમણો થઇ ગયો છે. આફ્રિકા ખંડ અને સહારાનાં રણ વિસ્તારનાં દેશોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ત્રણથી પાંચ ગણો વધી જવાની સંભાવના છે. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના સંકલિત, નક્કર સઘન પગલા લેવાનું જરૂરી બન્યું છે. પ્લાસ્ટિકથી કાર્બન પ્રદુષણમાં પણ અનેક ગણો વધારો થઇ રહ્યો છે. જે જન આરોગ્ય માટે લાલબતી સમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here