2027માં ખોડલધામ ખાતે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે: નરેશભાઇ પટેલ

2027માં ખોડલધામ ખાતે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે: નરેશભાઇ પટેલ
2027માં ખોડલધામ ખાતે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે: નરેશભાઇ પટેલ

શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે યોજાયો ભવ્ય ઓલ ઇન્ડિયા ક્ધવીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નવનિયુકત મંત્રીઓ, ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ

2027માં ખોડલધામ ખાતે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે: નરેશભાઇ પટેલ ખોડલધામ
હજારો લોકોએ લોક ડાયરો, ધ્વજારોહણ, યજ્ઞ, સભા અને મહાપ્રસાદનો લ્હાવો લીધો
2027માં ખોડલધામ ખાતે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે: નરેશભાઇ પટેલ ખોડલધામ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી-મંત્રીઓ અને ધારાસભ્યોનું વિશિષ્ટ સન્માન કરાયું
ખૂબ જ ટૂંકાગાળામાં યાત્રાધામની સાથે સાથે પ્રવાસન ધામ બની ચુકેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરી 2023 ને શનિવારના રોજ છ વર્ષ પૂર્ણ થઈને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે આ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 21 જાન્યુઆરીના ઐતિહાસિક અને પાવન દિવસે ઓલ ઈન્ડિયા ક્ધવીનર અને સ્વયંસેવક મીટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યઓનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કાર્યક્રમની શરૂઆત સવારે 8 કલાકે સાંસ્કૃતિક લોકડાયરાથી થઈ હતી. 25થી વધુ કલાકારોએ લોકસાહિત્ય અને હાસ્યરસ પીરસ્યો હતો. આ લોકડાયરાને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો. સમાંતરે જ યજ્ઞશાળામાં જિલ્લા ક્ધવીનરો દ્વારા હવન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટમાં જોડાનાર નવા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. ત્યારબાદ 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શ્રી ખોડલધામ ખાતે આગમન થયું હતું. મુખ્ય પ્રવેશદ્વાર ખાતે મુખ્યમંત્રીનું ટ્રસ્ટીમંડળ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં ખોડલના દર્શન કર્યા હતા. જ્યાં નરેશભાઈ પટેલે મુખ્યમંત્રીને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. અને ત્યારબાદ મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યઓ, ટ્રસ્ટીઓ, સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સભા સ્થળે મુખ્યમંત્રી અને નરેશભાઈ પટેલનું ખુલ્લી જીપમાં આગમન થયું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ નરેશભાઈ પટેલ અને ખોડલધામ મહિલા સમિતિના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સન્માન બાદ નવનિયુક્ત મંત્રીઓ અને ધારાસભ્યઓનું ખેસ પહેરાવી સન્માન કરાયું હતું. આ બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડમાં જોડાનાર નવા ટ્રસ્ટીઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. અને ખોડલધામને રાષ્ટ્રફલક પર પહોંચાડવાનું છે. 15 વર્ષ પહેલા આ જગ્યા પર કોઈ અસ્તિત્વ ન હતું પરંતુ અત્યારે આપણે સૌએ રાષ્ટ્રને એક ખોડલધામ પરિસર રૂપી ભેટ આપી છે. આ તકે નરેશભાઈ પટેલે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આભાર માન્યો હતો અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ છેલ્લા એક વર્ષમાં ટ્રસ્ટને જે પ્રકારે સહયોગ આપ્યો છે તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આ પ્રસંગે નરેશભાઈ પટેલે ખોડલધામ ખાતે આગામી વર્ષ 2027માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણ કરી શૈક્ષણિક, આરોગ્ય અને રમત-જગત ભવનો બનાવવાની જાહેરાત કરાઈ હતી.

Read About Weather here

શ્રી ખોડલધામ મંદિરે આયોજિત ઓલ ઈન્ડિયા ક્ધવીનર અને સ્વયંસેવક મીટ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખોડલધામ માત્ર પાટીદારોની સંસ્થા નથી પરંતુ તમામ સમાજના તમામ વર્ગની આસ્થાનું કેન્દ્ર છે. આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે. અને આ ખોડલધામે નાના મોટા 10 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. સાથે જ આ ભવ્ય આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 21 જાન્યુઆરીએ યોજાયેલા ઓલ ઈન્ડિયા ક્ધવીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, ભારત ભરના ક્ધવીનર, સહ ક્ધવીનર, સ્વયંસેવક, ખોડલધામના નેજા હેઠળ કામ કરતી વિવિધ સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here