રાજકોટની હોટલોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ

રાજકોટની હોટલોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ
રાજકોટની હોટલોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ

35 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, કોઈ ટેરેરિઝમ એક્ટિવિટી અટકાવવા ડ્રાઇવ શરૂ

રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરની તમામ હોટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીતેમજ સ્થાનિક પોલીસના ડી સ્ટાફની અલગ-અલગ 35 જેટલી ટીમ બનાવી તમામને બંધ કવર આપવામાં આવ્યું જેમાં હોટેલના નામ આપવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

જે જગ્યા પર જઇ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે સવારના સમયે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ટીમ બોલાવી અલગ અલગ 35 ટીમને એક સાથે બંધકવર આપવામાં આવ્યા છે. આ બંધ કવરની અંદર તમામ ટીમને એક એક હોટેલના નામ આપવામાં આવ્યા છે જ્યાં જઇ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરી આગામી 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખી તેમજ સાથે મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને કોઈ ટેરેરિઝમ એક્ટિવિટી સાથે સંકળાયેલ વ્યક્તિ હોટેલમાં રોકાયેલ નથી.

Read About Weather here

તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ હોટેલમાં રજિસ્ટ્રાર, સીસીટીવી તેમજ હોટેલના રૂમ ચેક કરવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં 80 જેટલી હોટેલો આવેલી છે અગાઉ અનેક ગૂનામાં ગુનેગારો હોટલની અંદર રોકાયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે એક સાથે તમામ હોટલો ચેક કરી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને એ અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here