200 વિદ્યાર્થી સામુહિક ચોરી કરતા પકડાયા…!

200 વિદ્યાર્થી સામુહિક ચોરી કરતા પકડાયા…!
200 વિદ્યાર્થી સામુહિક ચોરી કરતા પકડાયા…!
પંચમહાલની ઓમ ઇન્સ્ટિટ્યૂટના 54 વિદ્યાર્થીઓ અને એન્જિનિયરિંગ કોલેજ તુવાના 146 વિદ્યાર્થીઓ સહિત કુલ 233 વિદ્યાર્થીઓ સામે કોપીનો કેસ કરવામાં આવ્યો હતો. GTUની એન્જીનિયરિંગની પરીક્ષામાં ગેરીરીતી થઈ હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કુલ 233 વિદ્યાર્થીઓ માસ કોપી કરી છે, જેમાંથી 200 વિદ્યાર્થીઓ માત્ર પંચમહાલની જ 2 કોલેજના છે, જેમાંથી 1 કોલેજ ભાજપના નેતાની છે. GTUમાં તમામ વિદ્યાર્થીઓને આજે બોલાવવામાં આવ્યા હતા અને આગામી 10 દિવસમાં આ મામલે સુનવણી કરવામાં આવશે.

 જેમાંથી પંચમહાલની 2 કોલેજમાં વિદ્યાર્થીઓ પર માસ કોપીનો કેસ કરવામાં આવ્યો હતો. GTUની BE સેમેસ્ટર-૩ની ઉનાળા સત્રની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ કોપી કરી હોવાનું સામે આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓને આજે GTU ચાંદખેડા ખાતે બોલાવવામાં આવ્યા હતા.

GTU ખાતે તમામ વિદ્યાર્થીઓને બોલાવીને તેમની દલીલ અને રજુઆત સાંભળવામાં આવી હતી. ઉપરાંત માસ કોપી હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવામાં આવ્યું હતું. ભાજપના જ એક નેતાની કોલેજના પણ વિદ્યાર્થીઓ પણ માસ કોપીમાં સામેલ હતા.

Read About Weather here

જેથી GTU દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તથા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે અંગે સવાલ છે.અત્યારે તમામ વિદ્યાર્થીઓને મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે આગામી 10 દિવસમાં સુનાવણી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here