2 ઇંચના અંતરે જ મોત હતું…!

2 ઇંચના અંતરે જ મોત હતું...!
2 ઇંચના અંતરે જ મોત હતું...!
અહીં ફુલ સ્પીડમાં આવતા એક બાઈક સવાર રસ્તો ક્રોસ કરવા જતાં ડિવાઈડર સાથે અથડાયો હતો. મધ્યપ્રદેશના છતરપુરના બિજાવરમાં રુંવાડા ઊભા કરતો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન પાછળથી પુરપાટ ગતિએ હાર્વેસ્ટર આવી રહ્યું હતું. હાર્વેસ્ટરના ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક મારી, પરિણામે ગાડી બાઈક પરથી પડેલા યુવકથી અમુક ઈંચે ઊભી રહી ગઈ હતી. અને યુવક હાર્વેસ્ટરના પૈડાં નીચે આવતાં બચી ગયો.

Visit Saurashtra Kranti Homepage here

આ દુર્ઘટના જાનકી નિવાસ મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયા.જાનકી નિવાસ મંદિરની સામેના મેઈન રોડ પર ફુલ સ્પીડ આવતી બાઈક રસ્તો ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન તે ડિવાઈડર સાથે અથડાઈ. એક્સિડન્ટ થતાં જ બાઈક સવાર રસ્તા પર ઘસડાયો હતો. યુવક પોતાની જાતને સંભાળે તે પહેલા પાછળથી હાર્વેસ્ટર આવી ગયું.

Read About Weather here

યુવકને પડતાં જોઈને હાર્વેસ્ટરના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બ્રેક મારી હતી. હાલ ઘાયલ યુવકને બિજાવરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.યુવક હાર્વેસ્ટરના પૈડાંથી થોડે જ દૂર પડ્યો હતો. એવામાં ગાડી રોકાઈ જતા તેનો જીવ બચી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here