2 ટ્રક અથડાતાં 2ના મોત

રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
બિહારના ડ્રાઈવર પીન્ટુ કુમાર શિવનાથ સાહની અને સબંધી નીરજકુમાર રાજબલી સહની રાયપુર, છત્તીસગઢ ખાતેથી અશોક લેલન ટ્રકમાં ડાંગર ભરીને વ્યારા, ગુજરાત ખાતે ખાલી કરવા નીકળેલ હતા. પાદરા જંબુસર રોડ પર ગવાસદ પાસે 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અકસ્માતમાં ઘટના સ્થળે જ એક ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે સામે વાળી ટ્રકના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન વ્યારા ડાંગર ખાલી કરી વ્યારાથી ફરી ડાંગર ભરી જંબુસર થઈ બાવળા અમદાવાદ ખાતે ખાલી કરવા જવા માટે નીકળેલ હતા. દરમ્યાન વહેલી સવારે 6-45 વાગે પાદરાના ગવાસદ ગામે આવેલ એઇમસ કંપની પાસે પાદરા તરફથી પુર ઝડપે આવતી ટાટા કંપનીની ટ્રકના ચાલકે સામેથી એક્સિડન્ટ કરતા ટ્રકમાં બેઠેલ નીરવકુમાર બહાર ફેંકાઈ ગયેલ અને ડ્રાઈવર પીન્ટુ કુમારને મોઢામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Read About Weather here

એક્સિડન્ટ કરનાર ચાલકને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી.સ્થાનિકો દ્વારા 108ને ફોન કરતા ઇજાગ્રસ્તોને વડું સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદી નીરવકુમારની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એક્સિડન્ટ કરનાર ચાલકને વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલ રીફર કરતાં તેનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here