18મીએ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ

18મીએ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ
18મીએ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ

ખાડા, રોગચાળા સહિતના પ્રશ્નોની ચર્ચા થશે?

મહાનગરપાલિકાની દ્વિમાસિક સાધારણ સભા આગામી તા.18 ને શનિવારે યોજાનાર છે. શાસક પક્ષના 28 સહિત કુલ 40 પ્રશ્નો મુકવામાં આવ્યા છે. શાસક પક્ષના 14 નગરસેવકો દ્વારા 28 અને વિરોધ પક્ષના 14 નગરસેવકો દ્વારા 12 પ્રશ્નો જનરલ બોર્ડમાં મુકવામાં આવ્યા છે. બોર્ડમાં મુકેલા તમામ પ્રશ્નોની ચર્ચા થશે?

Visit Saurashtra Kranti Homepage here

મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શહેરના રોડ-રસ્તા ઉપરના કેટલા ખાડા બુરવામાં આવ્યા? સહિતના પ્રશ્નો મુકવામાં આવ્યા છે. કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ મેલેરીયા, ડેન્ગ્યું, ચિકન ગુનીયા, તાવ-શરદી, ઉધરસ તેમજ ઝાડા ઉલ્ટીના કેસો વધી રહ્યા છે તે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરી સહિતના પ્રશ્નો પુછયા છે.

કોર્પોરેટર કોમલબેન ભારાઈએ મનપાના ચોપડે કઈ કેટેગરીની કેટલી મિલકતો નોંધાયેલ છે? આ મિલકતોમાં 10 લાખથી વધુનો મિલકત વેરો બાકી હોય તેની વિગત આપવી અને શા માટે વેરા શાખા દ્વારા વેરો વસુલવામાં આવતો નથી જેના કારણો રજુ કરવા સહિતના પ્રશ્નો મુકયા છે.

કોર્પોરેટર મકબુલભાઈ ઉદાણીએ અર્બન ફોેરેસ્ટના વિકાસમાં આજ સુધી મનપા દ્વારા કયાં કયાં કામો કરવામાં આવ્યા છે? જેની ખર્ચ સહિતની વિગતો માંગવામાં આવી છે.

Read About Weather here

તા.18 ના યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ દ્વારા પુછેલા તમામ પ્રશ્નોની ચર્ચા થશે? જોકે મોટાભાગના જનરલ બોર્ડમાં હોહા અને દેકારો થતો હોય છે. લોકો આશા રાખી રહ્યા છે કે, તમામ પ્રશ્નોની ચર્ચા થશે અને રોડ-રસ્તા સહિતના પ્રશ્નો હલ થશે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here