15 માસ માટેની ગુજરાત ભાજપની નવી સરકાર ‘એકશન’માં

15 માસ માટેની ગુજરાત ભાજપની નવી સરકાર ‘એકશન’માં
15 માસ માટેની ગુજરાત ભાજપની નવી સરકાર ‘એકશન’માં

રાઘવજી પટેલ, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા વગેરે મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો: સ્વર્ણીમ-1 સંકુલમાં કચેરીઓ ફાળવવામાં આવી, બધા મંત્રીઓએ પૂજા કરી ખુરશી સંભાળી

ગુજરાતમાં ભાજપની નવી પુનરગઢીત કેબિનેટના સંખ્યાબંધ મંત્રીઓએ આજે સવારે હોદ્ાનો ચાર્જ સંભાળી લીધો છે. પોતપોતાના દફતરમાં ગણેશ સ્થાપનાથી માંડીને પૂજા અર્ચના કરીને અનેક કેબિનેટ અને રાજય કક્ષાના મંત્રીઓએ કામગીરી શરૂ કરી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હર્ષ સંઘવી, મનીષા વકિલ, દેવા માલમ સહિતના મોટા ભાગના મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સવારે કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો ત્યારે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ખાસ હાજર રહયા હતા.

ભુપેન્દ્રસિંહે આ તબક્કે જીતુ વાઘાણીને ખાસ સ્પેન ભેટ આપી હતી. એમણે ગૃહમંત્રીના આશીર્વાદ સાથે પૂજા પાઠ કરીને શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો.

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે કૃષી મંત્રી તરીકે આજથી એમના કાર્યાલયમાં વિધિવત પ્રવેશ કરી કામગીરીનો પ્રવેશ કરી દીધો હતો. કેબિનેટ મંત્રી આજથી એકશનમાં આવી ગયા છે.

કાર્યાલયમાં પ્રવેશ પહેલા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા અને બાદમાં રાઘવજીભાઇ પટેલે વિધિવત હોદ્ો સંભાળી લીધો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાઘવજીભાઇ પટેલ અગાઉ પણ મંત્રી પદનો અનુભવ મેળવી ચુકયા છે

અને હાલારના વરીષ્ઠ પાટીદાર નેતા ગણાય છે. મોરબીના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાએ પણ શ્રમ અને રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો આજથી સંભાળી લીધો છે.

એમની કચેરીમાં પૂજા-અર્ચના અને આરતી કરીને મોરબીના આ લોકપ્રિય નેતાએ મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો હતો. એ જ પ્રકારે કુટીર ઉદ્યોગ રાજય કક્ષાના મંત્રી અને અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે રાજયકક્ષાના મંત્રી તરીકોને સ્વતંત્ર ચાર્જ સંભાળી લીધો હતો.

બનારસકાંઠા કાંકરેજના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાથમિક, માધ્યમીક અને પ્રૌઠ શિક્ષણના રાજયકક્ષાના મંત્રીનો હવાલો સંભાળી લીધો છે. સાંજ સુધીમાં અન્ય તમામ મંત્રીઓ પણ હોદ્ો સંભાળી લે તેવી શકયતા છે.

Read About Weather here

સ્વર્ણીમ સંકુલ-1માં નવા મંત્રીઓને કચેરીની ફાળવણી કરવામાં આવી છે. નવા મંત્રીઓ પાસે કામગીરી બતાવવા માટે માત્ર 15 માસનો સમય રહયો છે. કેમ કે, 15 માસ પછી વિધાન સભાની ચૂંટણીઓ યોજાશે. એટલે મંત્રીઓએ ઉત્સાહ સાથે ઝડપ ભેર એકસનની શરૂઆત કરી દીધી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here