14 ફેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે

14 ફેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે
14 ફેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે

ભાવી પેઢીને ગૌ સંસ્કૃતિ તરફ વાળવાના ઉમદા આશય સાથે

ગૌ માતાનું માત્ર ધાર્મિક રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધિય મહત્વ છે: પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી

વૈશ્ર્વિક સ્તરે જન, જળ, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ગિરીશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ 14 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે.

Visit Saurashtra Kranti Homepage here

વેલન્ટાઇન-ડે નિમિતે ‘વેલન્ટાઇન-ડે’ની અનોખી રીતે ઉજવણી ‘કાઉ હગ ડે’ તરીકે કરવી જોઈએ. પશ્ર્ચિમના આંધળા અનુકરણમાં આપણે દેશની આર્ય સંસ્કૃતિને ભૂલીને વેલન્ટાઇન-ડે જેવા ગતકડાઓમાં ફસાઈ, આપણું સ્વત્વ ગુમાવી રહ્યા છીએ. ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે ‘વેલન્ટાઈન-ડે’ને ‘કાઉં હગીંગ ડે’ના અનોખા ક્ધસેપ્ટ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. જેમાં ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવશે. પશ્ર્ચિમી સંસ્કૃતિનાં આંધળા વહેણમાં કૂસાતી આપણી ભાવી પેઢીના યુવાઓને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયનાં ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે ‘કાઉ હગીંગ ડે’ ઉજવીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના પશુપાલન મંત્રાલયની નેશનલ એડવાઇઝરી કમિટીનાં મેમ્બર, ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં પ્રેસ અને પબ્લિક રિલેશન્સ કમિટીના મેમ્બર, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ અને સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી મિત્તલ ખેતાણી દ્વારા પણ ભારત સરકારના ગૌ પ્રેમી, કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોતમભાઇ રૂપાલાને ‘વેલન્ટાઇન-ડે’ને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની રજૂઆત કરવામાં આવી હતી અને તેના દ્વારા ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો. ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ તા. 14 ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે. આ અંગે સૂચન-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે સૌ ગૌ પ્રેમીઓ ‘વેલન્ટાઇન-ડે’ને કાઉ હગ ડે તરીકે ઉજવે.

આર્ષ વિદ્યા મંદિર, મુંજકા તેમજ હિંદુ ધર્માચાર્ય સભાનાં આંતરરાષ્ટ્રીય સંયોજક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ પણ આ પ્રસંગે ગૌ મહિમાનું વર્ણન કર્યું હતું. તેમણે સૌ ને અપીલ કરી હતી કે ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહિ પંરતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધિય મહત્વ પણ આપણે સૌ એ સમજવું જોઇએ. ભારતને વિશ્ર્વગુરૂ બનાવવાનાં આપણા સૌ નો સહિયારા પ્રયાસોમાં ગૌમાતા ખુબ જ મદદરૂપ થઇ શકશે.

સમસ્ત મહાજન દ્વારા સમગ્ર દેશની વિવિધ ગૌશાળાઓ, પાંજરાપોળો તેમજ જાહેર સ્થળોએ વિવિધ સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓનાં સહકારથી ‘ગૌ વંદના’ નું આયોજન કરવામાં આવશે. જેમાં સેંકડો ગૌ પ્રેમીઓ ‘કાઉ હગ ડે’ ઉજવશે. સમગ્ર ભારતમાં ‘કાઉ હગ ડે’ ધામધૂમથી ઉજવાશે. ભારત સરકારના પૂર્વ કેન્દ્રિય મંત્રી, પૂર્વ સાંસદ, રાષ્ટ્રીય કામધેનું આયોગના પૂર્વ અધ્યક્ષ અને ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીસ (જીસીસીઆઇ) ના સ્થાપક ડો. વલ્લભભાઇ કથીરિયાનો પણ રાષ્ટ્રીય કક્ષાએ અ પ્રકારના કાર્યોમાં સતત માર્ગદર્શન મળી રહ્યું છે. ભારતની અનેક ગૌશાળાઓમાં ગૌવંદનાનાં કાર્યક્રમો મોટા પાયે ઉજવાશે.

Read About Weather here

ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નિર્દેશ અનુસાર ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા સૌ માટે જાહેર કરાયેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો છે, તે આપણા જીવનને સુખી બનાવે છે તેમજ પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને સર્વસ્વ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે. સમસ્ત મહાજન દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં સૌને માહિતી આપવા મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, કુમારપાળ શાહ, દેવેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, પારસભાઈ ભરતભાઇ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર, ડો. પ્રભુદાસ તન્ના, વીરાભાઈ હુંબલ સહિતના ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.‘કાઉ હગ ડે’ની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને રમેશભાઇ ઠક્કર (મો. 99099 71116) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here