1225 લોકોને એકીસાથે ફૂડ-પોઇઝનિંગની અસર..!

1225 લોકોને એકીસાથે ફૂડ-પોઇઝનિંગની અસર..!
1225 લોકોને એકીસાથે ફૂડ-પોઇઝનિંગની અસર..!
રાત્રે ઘટનાની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વીસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. મહેસાણા જિલ્લાના એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વીસનગર તાલુકાના સવાલા ગામે રાત્રિ દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં પીરસાયેલું ભોજન આરોગવાથી 1200 જેટલા લોકો ફૂડ-પોઇઝનિંગનો ભોગ બન્યા હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વીસનગરના સવાલા ગામે ગઈરાત્રે એક વાગ્યે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરુખના લગ્ન રિસેપ્શન પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી.લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઝિટિવ થઈ જતા તાત્કાલિક જે વાહન મળ્યા એમાં બેસી વીસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ , મહેસાણા એસપી, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.સવાલમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમવાથી મોટી સંખ્યામાં ફૂડ પોઇઝનિંગ થતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. 95 % દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેઓને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જેમાં આખી રાત ડોકટરની ટીમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હજાર રહી દર્દીઓને સારવાર આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here