ઘાસચારો ખાધા બાદ 116 ગાય-વાછરડાંનાં મોત

ઘાસચારો ખાધા બાદ 116 ગાય-વાછરડાંનાં મોત
ઘાસચારો ખાધા બાદ 116 ગાય-વાછરડાંનાં મોત
બીજી બાજુ આટલી મોટી કમનસીબ ઘટના છતાં પાંજરાપોળ સંચાલકો દ્વારા માત્ર 25નાં મોત થયાની જાહેરાત કરાઇ હતી. ઇડર પાંજરાપોળમાં બુધ-ગુરૂવાર દરમિયાન આવેલો મકાઇનો લીલો ઘાસચારો ખાધા બાદ 230 જેટલા પશુઓને ખોરાકી ઝેર (આફરો ચડવો)ની અસર થઇ હતી. જેમાં પાંજરાપોળ અને પશુપાલન વિભાગના ચાર તબીબોની સઘન સારવાર છતાં 87 વાછરડાં અને 27 ગાયો મળી 116 પશુઓનાં બુધવાર બપોરે મોત થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો હતો.જોકે, પશુપાલન વિભાગે સત્તાવાર રીતે 116 ગાય-વાછરડાનાં મોત થયાંનો ઘટસ્ફોટ કરતાં પાંજરાપોળનું જુઠ્ઠાણું બહાર આવ્યું હતું.સાબરકાંઠા જિલ્લામાં અબોલ પશુઓનું નિર્વહન કરતી એકમાત્ર ઇડર પાંજરાપોળ 880 એકર વિસ્તાર ધરાવે છે અને હાલમાં 1976 પશુઓની સારસંભાળ લેવાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

દાતાઓનું લાખોનું દાન પણ આવે છે. પાંજરાપોળ સૂત્રો મુજબ, ગત બુધવારે બોરસદ અને દહેગામ બાજુથી મકાઇનો લીલો ઘાસચારો લવાયો હતો.230થી વધુ પશુઓએ આ ઘાસચારો ખાધા બાદ થોડા કલાકોમાં ગાય-વાછરડાની સ્થિતિ બગડવા માંડી હતી. જેથી પાંજરાપોળના બે પશુચિકિત્સક અને પશુપાલન વિભાગના બે ચિકિત્સકોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ 116 ગાય-વાછરડાનાં મોત થયાં હતા. જ્યારે 100થી વધુ પશુઓને બચાવી લેવાયાં હતાં.ઇડર પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ પી.સી. પટેલે જણાવ્યું કે, 105 વર્ષ જૂની સંસ્થામાં 2500 પશુઓની માવજત થાય છે. રોજ સરેરાશ રૂ.1 લાખનો ઘાસચારો આવે છે. મકાઇનો લીલો ઘાસચારો ખાધા બાદ 230 જેટલા પશુઓના મોઢામાંથી ફીણ નીકળવાનું શરૂ થતાં તુરંત પશુ ચિકિત્સકોએ સારવાર આપી હતી. જેમાં 25 જીવોએ જીવ ગુમાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લા નાયબ પશુપાલન નિયામક ર્ડા.જનક પટેલે જણાવ્યું કે, 230 જેટલા પશુઓની સારવાર કરાઇ હતી. જેમાં 89 વાછરડાં અને 27 ગાયોને બચાવી શકાઇ ન હતી. મકાઇના લીલા ઘાસચારામાં ઓક્સિલેટ નામનું ઝેરી તત્વ હોય છે. તદ્દપરાંત કુણી જુવારમાં પણ અમુક તબક્કામાં આવું થઇ શકે છે. પીએમ કરાયું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઇ જશે.ઇડર પાંજરાપોળ સંસ્થાના વહીવટદાર ભરતભાઇ અમૃતભાઇ ભંડારીએ જણાવ્યું કે, 120 પશુનાં મોત નથી થયાં. 30 થી 40નાં મોત થયાં છે જે નોર્મલ છે. લોકો વાતો કરે પણ વર્ષમાં એકાદ વખત આવું બનતું હોય છે.પશુઓની સારવાર કરનાર ર્ડા. રાજેશભાઇએ જણાવ્યું કે, 2 માર્ચના રોજ 3 ગાડી ઘાસ લવાયું હતું. ઓવરલોડને કારણે દબાઇ ગયેલું ઘાસ ખાધા બાદ બે-ત્રણ કલાકમાં જ પશુઓને આફરો ચઢ્યો હતો અને નાનાં-મોટાં 116 પશુઓએ જીવ ગુમાવ્યો હતો.

Read About Weather here

3 પશુનાં પીએમ પણ કરાયાં છે. 5 વર્ષ અગાઉ આવો જ ઘાસચારો ખાતાં 32 પશુનાં મોત થયાં હતાં.ઇડરની પાંજરાપોળમાં માખી જીવાતનો ઉપદ્રવ વધી જતાં ઝેરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાની અને આ દવા ઘાસ પર પડી ગઈ હોવાની પણ આશંકા છે.ઇડર પાંજરાપોળમાં 230 જેટલા પશુઓની દવા કરાઇ હતી. પશુપાલકો નિયમિત રીતે પશુઓને લીલો-સૂકો ઘાસચારો નીરતા હોય છે. તેમને ખબર હોય છે કે કયું અને કેવું ઘાસ ક્યારે પશુઓને ખવડાવાય. પાંજરાપોળમાં પશુઓની માવજત, સારસંભાળ માટે રખાયેલા કર્મીઓને અણ આવડત અને ઘટના માટે જવાબદાર હોવાનું મનાય છે.જેમાં એટ્રોપિન, ડેગજોના, સ્ટીરોડ,સીટીએમ, ફ્લોસીક મેગ્નોમૅન્ટ, અને પોઈઝન કેસ માટે કોલેલ નામની દવા સરકારી ડો. ખાદીમભાઈની હાજરીમાં દવા કરાઇ હતી.જેમાં 116 જેટલાં નાના મોટા પશુઓનાં મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here