‘108’ દેવદૂત: 63,297 માનવ જિંદગી બચાવી

‘108’ દેવદૂત: 63,297 માનવ જિંદગી બચાવી
‘108’ દેવદૂત: 63,297 માનવ જિંદગી બચાવી
એક સમય હતો જયારે ગંભીર મેડિકલ ઇમરજન્સીમાં માત્ર સિવિલની એમ્બ્યુલન્સ મદદરૂપ બનતી. જેમાં માત્ર દર્દીનું વહન કરવામાં આવતું, તેમને સારવાર પણ હોસ્પિટલ પહોંચે ત્યારે જ મળતી. દર્દીને જીવનું જોખમ રહેતું, પરિવારજનોના જીવ ઉંચક રહેતા. લાઈફ સેવિંગ પોસિબિલિટી પણ સમય, સ્થળ પર નિર્ભર રહેતી હતી. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના સહયોગથી દેવદૂત સમાન 108 નું આગમન થયું, અને દર્દીને સમયબધ્ધ સચોટ સારવારની આશાનો પણ જન્મ થયો.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 42 જેટલી 108 એમ્બ્યુલન્સ તત્પર હોઈ છે દર્દીની સેવામાં. ઘટના સ્થળે શહેરમાં પહોંચવાનો એવરેજ સમય છે 13 મિનિટ, જયારે ગ્રામ્ય વિસ્તારમાં છે માત્ર 20 મિનિટ. સરેરશ ટાઈમ માત્ર 16 મિનિટ. રાજકોટ જિલ્લામાં સરેરાશ માસિક 5 હજાર કોલ રિસ્પોનશ મુજબ હાલ સુધીમાં 6 લાખ 60 હજારથી વધુ કોલનો રિસ્પોન્સ આપી દર્દીને તાત્કાલિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી નિભાવી છે. જેના પરિણામે 63,297 માનવ જિંદગી બચાવી અનેક પરિવારોમાં ખુશીઓની ગંગોત્રી વહાવી છે. 108 સેવાનો ખાસ કરીને હાઇ-વે પરના અકસ્માતો અને ગ્રામીણ વિસ્તારમાં ઇમરજન્સીના કિસ્સામાં ઉપયોગ લેવામાં આવતો હોય છે. 108 દ્વારા 6 હજારથી વધુ પ્રસૂતાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અને ઇમરજન્સી કિસ્સામાં રસ્તા પર જ 108 વાનમાં પ્રસુતિ કરાવી છે.

Read About Weather here

રાજકોટ શહેરની વાત કરીએ તો આજી ડેમ, કોઠારીયા સોલ્વન્ટ, ગ્રીનલેન્ડ ચોકડી, કોઠારીયા, રૈયાધાર સહિતના વિસ્તારોમાં કેસનું પ્રમાણ વધારે જોવા મળે છે. જયારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ભાડલા, ધોરાજી, ગોંડલ,, જસદણ, જેતપુર, કુવાડવા, પડધરી, શાપર, સરધાર, ઉપલેટા સહિતના પંથકમાંથી વિશેષ પ્રમાણમાં કેસ હેન્ડલ કરવામાં આવતા હોવાનું પ્રોજેક્ટ કોઓર્ડીનેટર વિરલ ભટ્ટે જણાવ્યું છે. 108 સેવા માત્ર દર્દીની સારવાર-સુશ્રુષા પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ દર્દીઓ પાસે ઘટના સ્થળેથી મળેલ રોકડ અને કિંમતી દાગીના એકત્રિત કરી તેમના પરિવારજનોને પરત કરી કર્મીઓની ઈમાનદારીની પ્રતીતિ તેમના પરિવારજનોને થઈ હોવાના અનેક દાખલાઓ બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here