108 કુંડી યજ્ઞ માટે હવનકુંડ બનાવવાનું શરૂ

108 કુંડી યજ્ઞ માટે હવનકુંડ બનાવવાનું શરૂ
108 કુંડી યજ્ઞ માટે હવનકુંડ બનાવવાનું શરૂ

ખોડલધામમાં 21 મીએ ભવ્ય પાટોત્સવ યોજાશે
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દૃેવામાં આવી

કાગવડ સ્થિત ખોડલધામ મંદિૃરમા માં ખોડલની સાથે અન્ય 20 દૃેવી-દૃેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિૃરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

મંદિૃરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિૃર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. ખોડલધામ મંદિૃર વિશ્ર્વનું પ્રથમ એવું મંદિૃર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહૃાો છે.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. જેનો વિચાર નરેશ પટેલને 2002માં મિત્રો સાથે વાત કરતાં આવ્યો હતો. ખોડલધામ મંદિૃર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે,

જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિૃરની પહોળાઈ 252 ફૂટ અને 5 ઇંચ છે. મંદિૃરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ છે. જ્યારે જમીનથી ધ્વજદૃંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે.

ખોડલધામ મંદિૃરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદૃંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદૃંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે.

ર ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિૃરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બીમ, તોરણ, છતની ડિઝાઈનએ બધુ રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે.

ખોડલધામ મંદિૃરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદૃમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદૃ કહે છે.લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિૃરને 21 જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહૃાા છે.

ત્યારે 21 જાન્યુઆરીએ મંદિૃર ખાતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદૃાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ખુદૃ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી આમંત્રણ પાઠવી રહૃાા છે.

ત્યારે હાલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દૃેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય હાલ સ્વયંસેવકો દ્વારા હવનકુંડ બનાવવામાં આવી રહૃાા છે.

21 જાન્યુઆરી 2016ના રોજ કાગવડ ખાતે માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.આ સમયે 1008 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી 21 જાન્યુઆરીના રોજ 5 વર્ષ પૂર્ણ

Read About Weather here

થતા પંચમ પાટોત્સવને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિૃર ખાતે કુલ 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે યજ્ઞશાળા બનાવવાની શરૂઆત કરી દૃેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here