10 હજાર તબીબો શિક્ષકો અને ઇન સર્વિસ ડોક્ટરોની હડતાલ 15 દિવસ માટે મોકુફ

10 હજાર તબીબો શિક્ષકો અને ઇન સર્વિસ ડોક્ટરોની હડતાલ 15 દિવસ માટે મોકુફ
10 હજાર તબીબો શિક્ષકો અને ઇન સર્વિસ ડોક્ટરોની હડતાલ 15 દિવસ માટે મોકુફ
તબિબિ શિક્ષકો અને ઇન સર્વિસ ડોકટરોની હડતાલ 15 દિવસ માટે મોકુફ રહેશે. પગાર સહિતના પડતર પ્રશ્ર્નને લઈને તબીબી શિક્ષકો, કલાસ-2 મેડિકલ ઓફ્સિરો અને ઈન સર્વિસ ડોક્ટરો તેમજ જીએમઈઆરએસ કોલેજોના તબીબી શિક્ષકો સહિતના ચારેય સંગઠનોએ એક થઈને સરકાર સામે લડવા માટે રચેલા

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ડોક્ટર ફેરમ દ્વારા આજ સોમવાર તા. 13મીથી સામુહિક હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. 10 હજાર જેટલા તબિબી શિક્ષકો અને ઇન સર્વિસ ડોક્ટરો હડતાલ પર ઉંતરી જાય તો મુશ્કેલીઓ ઉંભી થાય તેમ હતું.

દરમિયાન તબિબી સંગઠનના આગેવાનો સાથે રવિવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં સમાધાનનો રસ્તો નીકળ્યો છે. આજથી 10 હજાર તબિબો હડતાલ પર ઉંતરી જવા તૈયાર થઇ ગયા હોઇ સરકાર ચિંતામા મુકાઇ હતી અને રવિવારે મોડી સાંજે મેડિકલ સંગઠનોની બેઠક બોલાવી હતી

અને ડોક્ટરો-તબીબી શિક્ષકોને સમજાવવા અનેક પ્રયાસો કર્યા હતા.મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી પરંતુ સામે ડોક્ટરો પણ માનવા તૈયાર ન હતા. જો કે અંતે આ બેઠક સફળ થઇ હતી. હાલ તમામ પ્રસ્ત્રો ઉંકેલાઇ જવાની ખાત્રી અપાઇ છે.]

લેખિતમાં ખાત્રી માટે તબિબોએ 15 દિવસનો સમય આપ્યો છે અને હાલ 15 દિવસ સુધી હડતાલ મોકુફ રાખી છે. સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકો તેમજ ડેન્ટલના શિક્ષકોને એનપીએ તથા પગારની મહત્તમ 237500ની મર્યાદા સાથે 1 જુલાઈ 2017થી એનપીએ આપવા

તેમજ એરિયર્સ સહિતના લાભ આપવાનો ઠરાવ કરવા ઉંપરાંત ગત મે-2021માં કરાયેલા ઠરાવો અમલ કરવાની તથા પેટ મેટ્રીકલ્સ લેવલ 10 પે 56100 મુજબ એન્ટ્રી પેનો લાભ તબીબી અધિકારીઓ અને મેડિકલ કોલેજોના ટયુટરોને આપવાની ,

Read About Weather here

કરાર આધારીત નિમણૂંકો સંપૂર્ણ બંધ કરી કામયી મંજૂર જગ્યાઓ ભરવા સહિતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ કરવામા આવી હતી. આ પડતર માંગણીઓને લઈને મેડિકલના તમામ સંગઠનો એક થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here