10 લાખમાં મળે છે ખાલી એક ટમેટું…!

એક મહિનામાં ટામેટાંમાં 60% વધારો
એક મહિનામાં ટામેટાંમાં 60% વધારો
પાકિસ્તાનમાં રસોઈ ગેસની કિંમતમાં વધારાથી લોકો હેરાન પરેશાન છે. કેમ કે દેશમાં દ્યરેલુ ગેસની કિંમત ૨૫૬૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જયારે કમર્શિયલ સિલિન્ડરના ભાવ ૯૮૪૭ રૂપિયા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં દૂધના ભાવ ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. કોરોના મહામારીના કારણે અને ખોટી આર્થિક નીતિના કારણે કેટલાંક દેશોને કંગાળ થવાનો વારો આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા પણ તેનાથી દૂર નથી. કોઈ દેશમાં સિલિન્ડરની કિંમત ૧૦,૦૦૦ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. તો કોઈ દેશમાં મરચાંની કિંમત ૭૧૦ રૂપિયા થઈ ગઈ છે. ત્યારે આવો જાણીએ કે અતિ મોંદ્યવારીથી દુનિયાના કયા દેશ સૌથી વધારે પરેશાન છે.

પાકિસ્તાનમાં ખાંડની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બીજીબાજુ ઘઉંની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને ૭૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. એટલું જ નહીં મટન, ચિકન, દાળ અને અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. કિંમતોમાં જે રીતે વધારો  થઈ રહ્યો છે

તેનાથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સ્વીકાર કરવો પડ્યો કે તેમનો દેશ અતિ મોંદ્યવારીનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમના દેશમાં કોમોડિટી અને ઈંધણની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને વધતી મોંદ્યવારીથી તેમને ઉંદ્ય આવતી નથી.

કોરોનાના કારણે શ્રીલંકાની ઈકોનોમી સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. દેશમાં મોંદ્યવારી ચરમ સીમાએ પહોંચી ગઈ છે. અને ખાવા-પીવાની વસ્તુની કિંમત આસમાને છ. વિશ્વ બેંકનું અનુમાન છે ક મહામારી શરૂ થવાથી અત્યાર સુધી પાંચ લાખથી વધારે લોકો ગરીબી રેખાની નીચે પહોંચી ગયા છે. રિપોર્ટ્સ પ્રમાણે શ્રીલંકામાં નવેમ્બર ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ના વચ્ચે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી ૧૫ ટકા વધી છે. શાકભાજીના ભાવમાં વધારો તેનું મુખ્ય કારણ છે.

શ્રીલંકામાં ૧૦૦ ગ્રામ મરચાંની કિંમત ૧૮ રૂપિયાથી વધીને ૭૧૦ રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં એક કિલો બટાકા ૨૦૦ રૂપિયા, એક કિલો રીંગણ ૧૬૦ રૂપિયા, ભીંડા ૨૦૦ રૂપિયા અને ગાજર કિલોગ્રામના ૨૦૦ ભાવ થઈ ગયા છે.

દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં ૨૦૨૧માં વાર્ષિક મોંઘવારી દર ૬૮૬.૪ ટકા પર રહ્યો. ૨૦૨૦માં દેશમાં મોંઘવારી દર ૨૯૫૯.૮ ટકા પર પહોંચી ગયો હતો. સીરિયામાં ઈંધણની કિંમતમાં વધારાથી શાકભાજી અને ફળના ભાવમાં ૧૫ ટકાથી વધારેનો વધારો થયો છે. દેશમાં સબસિડી વિનાનું ડીઝલ ૧૭૦૦ સીરિયન પાઉન્ડ પર પહોંચી ગયું. આજ રીતે સબસિડી વિનાનું ૯૦ ઓકટેન ગેસોલિનની કિંમત ૨૫૦૦ સીરિયન પાઉન્ડ થઈ ગયું.

દેશમાં મોંઘવારીની સ્થિતિ એ છે કે ગયા વર્ષે સીરિયાએ પાંચ હજાર સીરિયાઈ પાઉન્ડની નોટ જાહેર કરી. આ જ પ્રમાણે આફ્રિકી દેશ સુદાનમાં પણ મોંદ્યવારી ચરમ પર છે. દેશમાં ખાંડ અને દ્યઉંના ભાવ વધી ગયા છે. આ જ પ્રમાણે યમન અને સીરિયામાં પણ ખાવા-પીવાનો સામાન દ્યણો મોંદ્યો થઈ ગયો છે.

Read About Weather here

જેના કારણે ખાવા-પીવાની વસ્તુના ભાવ એ હદે વધી ગયા હતા કે લોકો તેની સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ૨૦૧૯માં દેશમાં ૫ ટામેટાની કિંમત ૫૦ લાખ બોલિવર પર પહોંચી ગઈ હતી.આની પુષ્ટિ “સૌરાષ્ટ્ર ક્રાંતિ” કરતી નથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here