10 મિનિટમાં રેતીમાં રાખેલા પાપડ શેકાઈ ગયા

10 મિનિટમાં રેતીમાં રાખેલા પાપડ શેકાઈ ગયા
10 મિનિટમાં રેતીમાં રાખેલા પાપડ શેકાઈ ગયા
વીડિયોમાં બે જવાન હાથમાં 2-2 કાચા પાપડ સાથે જોવા મળે છે. જવાનોએ આ પાપડને રેતીમાં દબાવ્યા, 10 મિનિટ પછી રેતી દૂર કરીને જોયું તો પાપડ શેકાઈ ગયા હતા.રાજસ્થાનના બિકાનેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર જવાનોએ ગરમી કેટલી પડી રહી છે એ દેખાડવા માટે અનોખો પ્રયોગ કર્યો, જેનો તેમણે એક વીડિયો પણ બનાવ્યો.જવાનોએ એક પાપડને તોડીને પણ દેખાડ્યો.

Visit Saurashtra Kranti Homepage here

રેતીમાં પાપડ દબાવતા જવાન. એવું એટલા માટે કર્યું, કેમ કે લોકોને ખ્યાલ આવે કે સેનાના જવાન કેવી વિષમ પરિસ્થિતિમાં દેશસેવા માટે બોર્ડર પર પોતાની ફરજ બજાવી રહ્યા છે.

આ વીડિયોમાં એક જવાન કહે છે, તેવા લોકોને જણાવવા માગે છે કે સરહદ પર સૈનિક કેવી વિષમ પરિસ્થિતિનો સામનો કરીને દેશસેવા કરી રહ્યા છે. જવાનો માટે પણ આ ગરમીમાં સંશાધન એકઠું કરવાની અપીલ કરાઈ છે કે જેથી તેમને પણ આ અકળાવતી ગરમીથી બચાવી શકાય. BSF DIG પુષ્પેન્દ્ર સિંહનું કહેવું છે કે અહીં દર વખતે આટલી જ ગરમી પડે છે. આપણા જવાનોનો જુસ્સો આ ગરમીથી પણ વધુ જલદ છે.પશ્ચિમી રાજસ્થાનના તમામ જિલ્લા ગરમી અને લૂની ઝપેટમાં આવી ગયા છે. બિકાનેરમાં તાપમાન 47 ડીગ્રી સેલ્સિયસથી પર પહોંચી ગયું છે. અનેક કિલોમીટરમાં ફેલાયેલા રેગિસ્તાનમાં શહેરોની તુલનાએ વધુ ગરમી પડી રહી છે.

BSFએ હવે વોચ ટાવર પર કૂલર મૂકવાનું શરૂ કર્યું છે. વોચ ટાવરની પાસે જ સોલર પ્લાન્ટ્સ લગાડવામાં આવ્યા છે, જેથી વીજળી મળતી રહે.

Read About Weather here

અહીં તાપમાન રેકોર્ડ કરવા માટે કોઈ સાધન નથી, પરંતુ કેટલાક લોકોનું અનુમાન છે કે અહીં તાપમાન 50 ડીગ્રીથી વધુ હોઈ શકે છે.BSFના જવાનો માટે ગરમીથી બચવા વોચ ટાવર પર કૂલર મૂકવામાં આવ્યાં છે, જેને કારણે છ કલાકની હાર્ડ ડ્યૂટીમાં જવાનને થોડા સમય માટે આરામ મળી શકે છે. આ કૂલર્સને ચલાવવા માટે સોલર સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.આ કૂલર દરેક વોચ ટાવરની પાસે લગાડવામાં આવ્યાં છે, જ્યાં પાણી નાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જવાનોને એને કારણે ઘણી રાહત મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here