1.20 કરોડની સરાજાહેર લૂંટ…!

1.20 કરોડની સરાજાહેર લૂંટ...!
1.20 કરોડની સરાજાહેર લૂંટ...!
આ ચકચારી લૂંટની ઘટનાને લઈ મોરબી પોલીસ દ્વારા ચોતરફ સઘન નાકાબંધી કરી હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબીમાં આજે ગુરૂવારે વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસામાં વીપી આંગડીયા પેઢીના સંચાલક દલવાડી સર્કલ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં આવેલું પોતાના નાણાનું પાર્સલ લેવા પહોંચ્યા હતા. જ્યાં પાર્સલ ઉતારી તેઓ પોતાની કાર સુધી પહોંચે તે પહેલા જ કારમાં આવેલા ચાર બુકાનીધારી લૂંટારૂઓએ હુમલો કરી રૂ. 1.20 કરોડની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ચકચારીભર્યા લૂંટના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબીની વીપી આંગડીયા પેઢીના સંચાલક મનીષ પટેલ આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે રાજકોટ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોતાનું નાણાંનું પાર્સલ લેવા દલવાડી સર્કલ પાસે પહોંચ્યા હતા. તેઓ બસમાંથી રૂ. એક કરોડ વીસ લાખ રૂપિયાની રકમનું પાર્સલ લઈને જતા હતા. તે વેળાએ જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા ચાર બુકાનીધારી શખ્સો તેમના પર હુમલો કરી આ પાર્સલની લૂંટ ચલાવી રાજકોટ તરફ નાસી છૂટ્યા હતા.

Read About Weather here

બીજી તરફ આંગડીયા પેઢીના સંચાલક મનીષ પટેલ દ્વારા આ મામલે તાકીદે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ લૂંટ પ્રકરણમાં ભોગ બનેલા આંગડીયા પેઢીના સંચાલકની ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આજે વહેલી સવારે થયેલી લૂંટની ઘટનામાં જાણભેદુ શખ્સોની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. હાલ મોરબી પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રવાપર રોડ ઉપર પણ બંદૂકની અણીએ ધોળા દિવસે લૂંટ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here