૬૮ લાખ રૂપિયામાં મળે છે આ ઊડતી કાર

૬૮ લાખ રૂપિયામાં મળે છે આ ઊડતી કાર
૬૮ લાખ રૂપિયામાં મળે છે આ ઊડતી કાર
આ વાહનને જેટસન નામ અમેરિકામાં ૧૯૬૦માં આ નામથી આવેલી એક સિરીઝના નામ પરથી આપવામાં આવ્‍યું છે, જેમાં આ ઊડતી કારને દર્શાવવામાં આવી હતી. કોઈ પણ વ્‍યક્‍તિ ખરીદી શકે એવા ઊડતા વાહને પોતાની પાણી પરની પહેલી ફ્‌લાઇટ પૂર્ણ કરી છે. આ વાહનની નિર્માતા કંપનીએ આવતા વર્ષ માટેના ઓર્ડર પણ લેવા માંડ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર ૨૦ માઇલ સુધી અંદાજે ૬૩ માઇલ પ્રતિ કિલોમીટરના ઝડપે જઈ શકે છે. ગયા વર્ષે ઓક્‍ટોબરમાં આ ઇલેક્‍ટ્રિક એરક્રાફ્‌ટ લોન્‍ચ થયું હતું, જે એટલું લોકપ્રિય થયું કે ૨૦૨૨ સુધીના તમામ ઓર્ડર બુક થઈ ગયા છે. હવે આ સ્‍વીડિશ કંપનીએ આ વિમાન જેવા વાહન માટે આવતા વર્ષ સુધી વાહનો પૂરાં પાડવા માટે બુકિંગ શરૂ કર્યું છે, જેની કિંમત ૯૨,૦૦૦ ડોલર (અંદાજે ૬૮ લાખ રૂપિયા) છે.

યુટ્‍યુબ પર બહાર પાડવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવ્‍યું છે કે આ વિમાનને રણ, જંગલ અને હવે પાણીની ઉપર પણ ઉડાડવામાં આવ્‍યું છે. આ વાહનમાં હેલિકોપ્‍ટર કે વિમાનની જેમ કોઈ પ્રકારની ધ્રુજારી પેદા નથી થતી. આ વાહન બનાવનારની ઇચ્‍છા આવતાં ચાર વર્ષમાં ચાર માણસો બેસી શકે એવી ઊડતી કાર બનાવવાની છે. આ દાયકો પૂરો થાય ત્‍યાં સુધી ઊડતી કાર શક્‍ય હશે.

Read About Weather here

વળી આ વાહન ઊડતી વખતે એકદમ સલામત હોય એનું વિશેષ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે. વળી આ ઊડતા વાહનને ટેક-ઓફ કે લેન્‍ડ માટે કોઈ રનવેની પણ જરૂર નથી.આમ આ દાયકાના અંત સુધીમાં અમારી આ ઊડતી કાર ચલાવનાર દરેક લોકો પાઇલટ જેવા હશે. ૨૦૧૭માં જેટસન નામની આ કંપનીની સ્‍થાપના કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here