હોસ્પિટલ બહાર થયો વિસ્ફોટ…!

હોસ્પિટલ બહાર થયો વિસ્ફોટ...!
હોસ્પિટલ બહાર થયો વિસ્ફોટ...!
બ્રિટન (Britain)ના લીવરપુલમાં 2009ની વસ્તી ગણતરી પ્રમાણે 12 લાખની વસ્તીમાં 1.5 ટકા ભારતીયો રહે છે. ત્યારે લિવરપૂલ (Liverpool) હોસ્પિટલની બહાર ટેક્સીમાં એક વિસ્ફોટ (Blast) થયો હતો

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે પોલીસે તે વિસ્ફોટને “ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ” દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેને આતંકવાદી (Terrorist attack)કૃત્ય જાહેર કર્યું છે.

યુકેના લિવરપૂલમાં મહિલા હોસ્પિટલની બહાર કારમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે બની હતી. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની ઉંમર 29, 26 અને 21 વર્ષ છે. તેની ધરપકડ લિવરપૂલ (Liverpool)ના કેન્સિંગ્ટન જિલ્લામાં કરવામાં આવી છે.

આ મામલાની માહિતી આપતાં ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે એક ટ્વિટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ આરોપીઓની આતંકવાદ વિરોધી અધિનિયમ (Blast in Britain) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Read About Weather here

કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જ્યારે ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત સ્થિર છે. એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ વિરોધી પોલીસ આ વિસ્તારમાં લિવરપૂલના સુરક્ષા દળો સાથે મળીને કામ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here