હોસ્પિટલ ચોક ઓવરબ્રિજનું કામ પુરજોશમાં: ઓગસ્ટમાં ખાતમુહૂર્ત થાય તેવી શક્યતા

હોસ્પિટલ ચોક ઓવરબ્રિજનું કામ પુરજોશમાં: ઓગસ્ટમાં ખાતમુહૂર્ત થાય તેવી શક્યતા
હોસ્પિટલ ચોક ઓવરબ્રિજનું કામ પુરજોશમાં: ઓગસ્ટમાં ખાતમુહૂર્ત થાય તેવી શક્યતા
રાજકોટ મહાનગરની ટ્રાફિક સમસ્યા ઉકેલ લાવનાર ઓવરબ્રિજના પ્રોજેકટના કામ હાલ ગતિમાં છે. તેમાં સૌથી પહેલો પ્રોજેકટ સિવિલ હોસ્પિટલ ચોકના થ્રી આર્મ ફલાયઓવરનો પૂર્ણ થવાનો છે. કોરોના કાળ હળવો પડયા બાદ આ બ્રીજની કામગીરી કમિશનર અમિત અરોરાએ ડે-નાઇટ શરૂ કરાવ્યું હતું. જેના પગલે હવે કામ અંતિમ તબકકામાં છે. હોસ્પિટલ ચોકની બરોબર વચ્ચે પીલર ઉભા કરવાનું કામ ધમધમી ઉઠયું છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં સેન્ટ્રલથી ત્રણે તરફના રસ્તા ઉતરવાના છે. જયુબીલી ચોકથી આ બ્રિજ હવે કેવો બનશે તે દેખાવા લાગ્યું છે. બ્રિજના રસ્તા પરનું કામ શરૂ થઇ ગયું છે. જયુબીલીથી શરૂ કરીને કોઇ વાહન સીધુ જાય એટલે આઇ.પી.મિશન સ્કુલ સુધી ટ્રાફિકનો સામનો કર્યા વગર ઉતરી શકશે. તો જામનગર રોડ તરફ જનારા વાહન ચાલકોને પણ રાહત થઇ જવાની છે. 84 કરોડના ખર્ચે આ બ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું.

Read About Weather here

પાંચ પૈકી સૌથી પહેલો આ બ્રિજ ખુલ્લો મૂકાવાનો છે. જુલાઇના અંત સુધીમાં આ કામ પુરૂ કરવા તંત્રની તૈયારી છે. ઓગષ્ટમાં તો આ બ્રિજનું લોકાર્પણ થઇ જાય તેવી તૈયારી હાલ કરવામાં આવી રહી છે. નવા બની રહેલા બ્રિજનો જયુબીલી રોડ તરફનો નજારો અને સાઇટ પર ચાલી રહેલી મહત્વની કામગીરી જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here