‘હોલી કે રંગ, રાજકોટ કે સંગ’ રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે

‘હોલી કે રંગ, રાજકોટ કે સંગ’ રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે
‘હોલી કે રંગ, રાજકોટ કે સંગ’ રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે

રાજકોટ મહાપાલિકા દ્વારા હોળી-ધુળેટી ઉજવણીના ભાગરૂપે
કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ ખાતે બુધવારે રાત્રે 8:30 કલાકે કરાયું આયોજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક કામો ઉપરાંત અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટના કામોની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, લોક ડાયરા, રમત ગમત વગેરેના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે વર્ષથી કોરોના વૈશ્ર્વિક મહામારીને કારણે કાર્યક્રમોનું આયોજન થઈ શકેલ નહિં. હાલમાં, કોરોનાની સ્થિતિ સાવ સામાન્ય બની ચુકી હોઈ, આગામી તા.16ને બુધવારના રોજ હોળી-ધુળેટી પર્વના ભાગ રૂપે કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ ખાતે રાત્રે 8:30 કલાકે હોલી કે રંગ, રાજકોટ કે સંગ રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા બે વર્ષમાં કોરોના વૈશ્ર્વિક મહામારીએ સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું. નાગરિકો નિરાશા, ભય અને દુ:ખની લાગણી અનુભવી રહ્યા હતા. આ કટોકટીનો સમય પસાર થઈ ગયો છે અને અત્યારે જનજીવન પુન: ધબકતું થયું છે.

Read About Weather here

ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હોળી-ધુળેટી પર્વના ભાગ રૂપે હોલી કે રંગ રાજકોટ કે સંગ રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. આ રંગારંગ હાસ્ય કવિ સંમેલનમાં દેશના ખ્યાતનામ કવિશ્રી આશકરણ અટલ, હાસ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર કુલદીપ રંગીલા (દેવાસ-હાસ્યનો બોમ), સરદાર વાહેગુરૂ ભાટિયા(લાફ્ટર ચેમ્પિયન), અજાતશત્રુ(ઉદયપુર-મંચ સંચાલન), સુમિત્રા સરલ(ગીતો કા ઝરણાં) દ્વારા ધુળેટીના રંગોની જેમ હાસ્યના સપ્તરંગોથી નાગરિકોને ઓળઘોળ કરવામાં આવશેે. તેમ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here