હે રામ…! રાજકોટમાં માત્ર 5 માસના બાળકનું કોરોનાથી મૃત્યુ

હે રામ…! રાજકોટમાં માત્ર 5 માસના બાળકનું કોરોનાથી મૃત્યુ
હે રામ…! રાજકોટમાં માત્ર 5 માસના બાળકનું કોરોનાથી મૃત્યુ

એકના એક દીકરાનું અચાનક કોરોનાથી મૃત્યુ થતા સામાન્ય સ્થિતિમાં જીવતો પરીવાર સ્તબ્ધ: ખાનગી હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર ચાલી રહી હતી, તાવ ચડતા ખાનગી લેબમાં રીપોર્ટ કરાવાયો હતો્ર

બાળકના પિતાએ કહયું, અમે બાળકને કયાંય બહાર લઇ ગયા નથી, મારા પત્નિ ડીલવરી બાદ પિયર પક્ષ ધોરાજીમાં જ હતા: મજુરી કામ કરતા પિતા અને માતાનું હૈયાફાડ રૂદન જોઇ જોનારાની પણ આંખો ભીંજાઇ ગઇ

Visit Saurashtra Kranti Homepage here

ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સિવિલમાં બાળકનું મોત થતાં દોડધામ: આરોગ્યની ટુકડીઓ સિવિલ હોસ્પિટલ અને ધનશ્યામનગર વિસ્તારમાં ઘસી ગઇ, ત્રીજી લહેરની શરૂઆત હોવાની શંકા વ્યકત કરતા આરોગ્ય નિષ્ણાંતો, વાલીઓ સતર્ક બને

રાજકોટમાં કોરોનાએ આખરી શ્ર્વાસ લઇ લીધો હોય તેમ છેલ્લા કેટલાય દિવસોથી એક પણ કેસ નોંધાતો નથી ત્યાં અચાનક આજે શહેરના ધનશ્યામનગર વિસ્તારમાં રહેતા માત્ર પાંચ માસની વયના એક બાળકનું કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર થતા ખળભળાટ મચી ગયો છે

અને આરોગ્ય તંત્રમાં રીતસર દોડધામ મચી જવા પામી છે. આ ઘટનાથી ચોકી ઉઠેલા આરોગ્ય વિભાગના તબીબો અને અધિકારીઓની ટુકડીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગઇ છે અને મૃતક બાળકનો પરીવાર જયાં રહે છે

ત્યાં ધનશ્યામનગરમાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.અમારા પ્રતિનિધિએ મૃતક માસુમ બાળકના પિતા ગુણવંતભાઇ વિનોદભાઇ સાગઠીયાની મુલાકાત લઇ વિગતો જાણી હતી.

બાળકના પિતા ગુણવંતભાઇ રાજકોટમાં એક કારખાનામાં કામ કરે છે. પરીવારની આર્થીક સ્થિતિ સામાન્ય હોવા છતાં એમણે બાળક બીમાર પડતા ખાનગી ડિવાઇન પ્લસ હોસ્પિટલ વિરાણી ચોકમાં દાખલ કર્યો હતો.

શરૂઆતમાં ન્યુમોનિયાના લક્ષણ જણાતા સારવાર ચાલી રહી હતી. ત્રણ દિવસની સારવાર બાદ શિશુને સખત તાવ ચડતા ખાનગી હોસ્પિટલ દ્વારા રિપોર્ટની ભલામણ કરવામાં આવી હતી.

સ્થાનિક ખાનગી લેબમાં આરટીપીસીઆર રીર્પોટ પોઝિટિવ આવ્યો હતો અને બાળકને કોરોના લાગુ થયાનું નિદાન થયું હતું. આથી ખાનગી ડિવાઇન પ્લસ હોસ્પિટલમાં કોરોના માટે અલગ સારવારની સગવડ ન હોવાથી એમણે બાળકને અન્યત્ર લઇ જવા ગુણવંતભાઇને સલાહ આપી હતી.

આથી બાળકને સિવિલ હોસ્પિટલમાં ગત તા.19મીએ દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને વેન્ટિલેટર પર રાખી કોરોનાની સારવાર કરવામાં આવી રહી હતી પણ કમનસીબે સારવાર કારગત નિવડી ન હતી

Read About Weather here

અને આ માસુમ શિશુનું આજે વહેલી સવારે મૃત્યુ નિપજયું હતું.મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે, મારી પત્ની ડિલવરી આવી ત્યારથી મારા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here