હુન્નરશાળાના શિક્ષાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ઇલેકટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા રેસકોર્ષ પ્લેનેટોરીયમ બિલ્ડીંગમાં ચાલે છે. જેની ત્રીજી બેચ પૂર્ણ થતા શિક્ષાર્થીઓને પ્રમાણપત્ર એનયાત કરવાનો કાર્યક્રમ ટ્રસ્ટના આગેવાન જયંતભાઇ ધોળકીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ટ્રસ્ટના આગેવાનો નિલેષભાઇ શાહ, પ્રભાતભાઇ ડાંગર, હસમુખભાઇ ગણાત્રા, હેમંતભાઇ ત્રિવેદી, લક્ષ્મણભાઇ મકવાણા, જાહન્વીબેન લાખાણી, હુન્નરશાળાના પ્રિન્સીપાલ સંજય ચેખલીયા, ઉદ્યોગપતિ મનસુખભાઇ ટાંક, રંજનબેન ટાંક, અપના બજારના વાઇસ ચેરમેન નયનાબેન મકવાણા વગેરેના હસ્તે શિક્ષાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.શિક્ષાર્થીઓવતી હીમાંશીબેન ચેખલીયા અને ગૌરાંગભાઇ ચચ્ચાએ પ્રતિભાવ રજુ કરતા જણાવેલ કે અહીં ઇલેકટ્રીકના જ્ઞાન સાથે જીવનના પાઠ પણ અમને શીખવા મળ્યા છે.

Read About Weather here

સંસ્થાનું સંચાલન કરતા નિલેશભાઇએ ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ માટે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરીયા, ટ્રસ્ટી કલ્પકભાઇ મણીઆરે શુભેચ્છા પાઠવી હતી. અંતમાં સંચાલક ટીમના મોભી હેમંતભાઇ ત્રિવેદીએ આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. કાર્યક્રમને યશસ્વી બનાવવા સંચાલક ટીમના હેમંતભાઇ ત્રિવેદી, લક્ષ્મણભાઇ મકવાણા, હસમુખભાઇ ગણાત્રા, સંજય ચેખલીયા, આર.જે. મેડમ, હિમાંશીબેન ચેખલીયા, સંજયભાઇ મોદી, ભાવદીપભાઇ ચેખલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here