હું હવે બહુ રાહ નહીં જોવડાવું: નરેશ પટેલની એક વધુ ખાતરી

હું હવે બહુ રાહ નહીં જોવડાવું: નરેશ પટેલની એક વધુ ખાતરી
હું હવે બહુ રાહ નહીં જોવડાવું: નરેશ પટેલની એક વધુ ખાતરી
રાજકારણમાં જવું કે ન જવું એવી ગડમથલમાં પડેલા રાજકોટ અને સૌરાષ્ટ્રનાં લેઉવા પટેલ સમાજનાં લોકપ્રિય નેતા અને ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલે વધુ એક તારીખ આપી છે અને જાહેર કર્યું છે કે હું હવે બહુ રાહ નહીં જોવડાવું. રાજકારણમાં પ્રવેશ અંગે આ મહિનાનાં અંતમાં હું ચોક્કસ મારો નિર્ણય જાહેર કરીશ. આ રીતે સસ્પેન્સ વધુ ઘેરાયું છે અને તારીખ પે તારીખ પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે લેઉવા પટેલ સમાજનાં ધર્મસ્થાન કાગવડ ખોડલધામ ખાતે બેઠકોનો મહત્વનો દૌર યોજાયો હતો. ટ્રસ્ટી મંડળની ખાસ બેઠકમાં ટ્રસ્ટીઓ, ક્ધવીનરો અને સમાજનાં ટોચનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી મહાસભાનાં આયોજન અંગે ચર્ચા- વિચારણા થઇ હોવાનું અને મહાસભાની તૈયારીઓને લઈને મસલતો થયાનું સુમાહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રસ્ટી મંડળની બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઇ નથી. એવું કહ્યા બાદ નરેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારા રાજકારણ પ્રવેશ અંગે ખોડલધામ સમિતિનો સર્વે રીપોર્ટ આવ્યો છે. હું હવે બહુ રાહ નહીં જોવડાવું અને આ મહિનાનાં અંત સુધીમાં ચોક્કસપણે હું મારો નિર્ણય જાહેર કરીશ.નરેશ પટેલે એવી સૂચક વાત કરી હતી કે, સમાજનાં વડીલો મને રાજનીતિમાં ન જવાની સલાહ આપી રહ્યા છે. જયારે સમાજનાં યુવાનો અને બહેનો મને રાજકારણમાં પ્રવેશ કરવા દબાણ કરી રહ્યા છે. આ મહિનાનાં અંતે હું નિર્ણય લઇને જાહેર કરીશ.

ખોડલધામ પ્રણેતાનાં આ વિધાનો દર્શાવે છે કે, રાજકારણમાં પ્રવેશ અંગે તેઓ ખૂબ દ્વિધાજનક પરિસ્થિતિની અનુભૂતિ કરી રહ્યા છે. સમાજનાં બે વર્ગોએ ભિન્ન- ભિન્ન પ્રકારનાં અભિપ્રાય આપ્યા છે. તેના પગલે નરેશ પટેલનાં મનમાં મૂંઝવણ વધી ગઈ છે અને પ્રવેશ કરવો કે ન કરવો તેના સવાલનો જવાબ શોધવાની તેઓ મથામણ કરી રહ્યા છે. સમાજનાં અલગ- અલગ પ્રકારનાં અભિપ્રાયથી તેઓ વધુ મૂંઝવણમાં મુકાયા છે. હવે વડીલોની વાત કાને ધરશે કે ઉગતી પેઢીનાં સૂચનને માન આપશે એ હકીકત આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

Read About Weather here

પ્રશાંત કિશોર અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા જુના મિત્ર રહ્યા છે. એમણે જે નિર્ણય લીધો એ યોગ્ય જ છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં નહીં જોડાવવાની વાત કરી છે પણ તેઓ કોંગ્રેસની સાથે નથી એવું એમણે કહ્યું નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here