હિરો મોટોકોર્પના ચેરમેનના ઘરે ઇન્કમટેક્ષના દરોડા…!

હિરો મોટોકોર્પના ચેરમેનના ઘરે ઇન્કમટેક્ષના દરોડા…!
હિરો મોટોકોર્પના ચેરમેનના ઘરે ઇન્કમટેક્ષના દરોડા…!
અધિકારીઓએ જણાવ્યું છે કે હીરોમોટોકોર્પની ઓફિસો અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરોમોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પવન મુંજાલના ઘર અને ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.ગ્રુપના ચેરમેન પવન મુંજાલ અને અન્ય પ્રમોટરો. આ દરોડા ગુરુગ્રામ, દિલ્હી અને અન્ય શહેરોમાં સ્થિત પરિસર પર કરવામાં આવી રહ્યા છે. જો કે, દરોડા અંગે હીરો મોટોકોર્પ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલ પર તેમના ખાતામાં બોગસ ખર્ચ બતાવવાનો આરોપ છે. આ અંગે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગની ટીમને મળેલા(કેટલાક શંકાસ્પદ ખર્ચાઓ પણ ઇનહાઉસ કંપનીઓના છે.

Visit Saurashtra Kranti Homepage here

આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગના અધિકારીઓની એક ટીમ કંપની અને તેના પ્રમોટરોના નાણાકીય દસ્તાવેજો અને અન્ય વ્યવસાયિક વ્યવહારોની તપાસ કરી રહી છે.હીરોમોટોકોર્પઙ્ગ એ વર્ષ ૨૦૦૧ માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ યુનિટ વોલ્યુમ વેચ્યું હતું અને તે વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક બની હતી. ત્યારથી, કંપનીએ છેલ્લા ૨૦ વર્ષથી સતત આ ટાઇટલ જાળવી રાખ્યું છે. અત્યાર સુધીમાં હીરોમોટોકોર્પઙ્ગએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ૧૦૦ મિલિયનથી વધુ બાઇક વેચી છે. પવન મુંજાલના નેતૃત્વ હેઠળ, કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકામાં ફેલાયેલા ૪૦ દેશોમાં હાજરી ધરાવે છે.

આવકવેરા વિભાગના દરોડા પછી હીરો મોટરકોર્પના શેરમાં ૨ ટકાનો ઘટાડો થયો છે. કંપનીના શેરમાં છેલ્લા એક સપ્તાહમાં ૧ ટકાનો ઘટાડો થયો છે અને તે એક મહિનામાં ૧૧ ટકા સુધી તૂટ્યો છે. આ સિવાય માર્ચ ૨૦૨૧ની સરખામણીમાં માર્ચ ૨૦૨૨ સુધીમાં સ્ટોકમાં ૨૩%નો ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરોએ ૪ ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.હીરો મોટોકોર્પનું જથ્થાબંધ વેચાણ ફેબ્રુઆરી ૨૦૨૨માં ૨૯ ટકા ઘટીને ૩,૫૮,૨૫૪ યુનિટ થયું હતું. હીરો મોટોકોર્પે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ગયા વર્ષના સમાન મહિનામાં ૫,૦૫,૪૬૭ યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

Read About Weather here

કંપનીનું સ્થાનિક વેચાણ પણ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન ૩૧.૫૭ ટકા ઘટીને ૩,૩૧,૪૬૨ યુનિટ થયું હતું જે ફેબ્રુઆરી ૨૦૨૧માં ૪,૮૪,૪૩૩ યુનિટ હતું. આ સિવાય હીરોમોટોકોર્પઙ્ગએ ગયા મહિને ૩,૩૮,૪૫૪ મોટરસાઇકલનું વેચાણ કર્યું હતું જે ગયા વર્ષના સમાન મહિનામાં ૪,૬૩,૭૨૩ એકમોનું વેચાણ થયું હતું. એક વર્ષ પહેલા આ જ મહિનામાં કંપનીએ ૪૧,૭૪૪ સ્કૂટર વેચ્યા હતા. જોકે, કંપનીની નિકાસ ફેબ્રુઆરી ૨૦૨૧માં ૨૧,૦૩૪ યુનિટથી વધીને ૨૬,૭૯૨ યુનિટ થઈ ગઈ છે.કંપનીના સ્કૂટરનું વેચાણ પણ ફેબ્રુઆરી ૨૦૨૨માં ઘટીને ૧૯,૮૦૦ યુનિટ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here