હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ પર બરફની ચાદર

હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ પર બરફની ચાદર
હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ પર બરફની ચાદર

ભારે હિમવર્ષાથી અનેક પહાડી રસ્તા બંધ; કેદારનાથથી ગુલમર્ગ સુધી ઠેર-ઠેર ઈમારતો, વૃક્ષો અને માર્ગો બન્યા શ્ર્વેતરંગી
હિમાચલ અને કાશ્મીરમાં પ્રવાસીઓને મજા-મજા; દાલ સરોવર પર સ્કીઈંગની મજા માણી રહેલા સહેલાણીઓ

દેશના ઉતરીય ભાગમાં આવેલા ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 2 દિવસથી સતત હિમવર્ષા થઇ રહી હોવાથી આખે-આખા શહેરો અને ગામો પર શ્ર્વેતરંગી ચાદર પથરાઈ ગઈ હોય એવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મૌસમની પહેલી ભારે બરફ વર્ષાને પગલે સહેલાણીઓને મજા પડી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

માચલમાં અનેક પહાડી માર્ગ બંધ થઇ ગયા છે અને જનજીવન સ્થગિત થઇ ગયું છે. ઉતરાખંડનાં કેદારનાથથી લઈને કાશ્મીરનાં ગુલમર્ગ અને હિમાચલનાં નારકંડા સુધી સતત બરફ વર્ષાએ શીતલહેર પ્રસરાવી દીધી છે. અને શરદ ઋતુનો રંગારંગ પ્રારંભ થઇ ગયો છે.

બરફ વર્ષાને પગલે પંજાબ, હરિયાણા, પશ્ર્ચિમ- ઉતરપ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. કેદારનાથ મંદિરની આસપાસ ચારેતરફ બરફ જ બરફ દેખાય છે.

ચમોલી અને આસપાસનાં વિસ્તારોમાં પણ જોરદાર બરફ વર્ષા થઇ રહી છે. કેદારનાથ ધર્મસ્થાનનો તો એક આખો ખંડ બરફથી ભરાઈ ગયો હતો. અહીં તાપમાન ગગડીને માઈનસ બે ડિગ્રી થઇ ગયું છે.

કાશ્મીર ખીણનાં વિવિધ વિસ્તારોમાં હિમવર્ષાને પગલે ઉંચા-ઉંચા હરિયાળા વૃક્ષોએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એવા મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ દાલ સરોવર અને પહાડી વિસ્તારોમાં સ્કીઈંગ કરવાની અને બરફથી રમવાની મજા માણી રહ્યા છે.

સ્લેજ વાહનોમાં બેસીને બરફ પર લપસવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશનાં તો ઉંચાઈવાળા 109 માર્ગોને બંધ કરી દેવા પડ્યા છે. શિમલા, ચંબા, કુલ્લુ-મનાલી,

Read About Weather here

કિન્નૌર વગેરે વિસ્તારોમાં ભારે સખત હિમવર્ષા થઇ રહી હોવાથી પહાડી માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ કલ્પા વિસ્તારમાં 8 સે.મી. બરફ વર્ષા થઇ છે. ભારે વરસાદ પણ પડી રહ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here