હિન્દી પ્રચાર સમિતિ દ્વારા સપ્ટેમ્બરમાં હિન્દી બાળપોથીથી લઇ વિનીતની પરીક્ષાઓ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી, પહલી, દૂસરી, અને તીસરી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા લેવાતી હિન્દી વિનીતની પરીક્ષાઓ 24 અને 25 સપ્ટેમ્બર 2022 અનુક્રમે શનિવારે તથા રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાશે. શાળાઓ માટે આ પરીક્ષાઓના અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ 13 મી ઓગસ્ટ, 2022 રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

બાળકોમાં ભાષા, શુધ્ધી વ્યાકરણ, જોડણી વગેરેનું જ્ઞાન વધે અને રાષ્ટ્રભાષા પ્રત્યેની અભીરૂચિ વિશેષ કેળવાય એ મુખ્ય હેતુથી લેવાતી આ પરીક્ષા સૌરાષ્ટ્ર કચ્છનાં લગભગ 600 થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાતી હોવાનું સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના મંત્રીની યાદીમાં જણાવ્યું છે.ઘણા ગામો તથા શિક્ષણ સંસ્થામાં હજી આ પરીક્ષા લેવાતી નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓના બાળકો હિન્દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્થામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ પોતાના પરીક્ષા પ્રચાર કેન્દ્રો શરૂ કરવા ઇચ્છે છે.

Read About Weather here

સૌરાષ્ટ્ર કચ્છની જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દીનાં પ્રચાર અને પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઇચ્છે તેમણે તે શાળાના આચાર્ય ભલામણ સાથે મંત્રી, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીયશાળા પ્રાંગણ, રાજકોટ 360002 સાથે પત્ર વ્યવહાર કરવો અથવા ટેલીફોન નંબર (0281) 2466227 (કાર્યાલય), મોબાઇલ નંબર 94282 51731 નો સંપર્ક કરવા જણાવાયુ છે.કાર્યાલયમાં ચાલતા પેટા હિન્દી કેન્દ્ર (જનરલ કેન્દ્ર)માં અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ 11મી જુલાઇ, 2022 છે. આ પરીક્ષાઓને લગતી અન્ય વિગતો, પાઠયપુસ્તક યાદી અભ્યાસ ક્રમ વગેરે તમામ માહિતી માટે રાજકોટ સ્થિત કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here