હિતુ કનોડિયા ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાતે

હિતુ કનોડિયા ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાતે
હિતુ કનોડિયા ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાતે

ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર

ગઇકાલ મંગળવારે ભાજપના પ્રદેશ સહ પ્રવકતા હિતુ કનોડિયા અને તેમના સાથીદાર રાજકોટ આવી રાજકોટના પ્રજાકીય દ્રષ્ટીએ પ્રશ્ર્નો અંગે મીડીયાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરેલ હતી. આ ચર્ચા વખતે તેમણે પત્રકારો પાસેથી સૂચનો માંગતા પાણી પ્રશ્ર્ન તેમજ પોલીસને લગતા કાયદો-વ્યવસ્થા સહિતના પ્રશ્ર્નો છવાયા હતાં.પાર્ટીનું રાજકારણ અને શાસન વ્યવસ્થા જે હોય તે અલગ બાબત છે પણ તેમાં અમારી ભુલ શું ? અમારો વાંક શું ? તેવું લોકોના મનમાં લાગી રહ્યું છે. નર્મદાના પાણીના પૈસા સરકાર કોર્પોરેશન માંગે તે વહીવટી બાબત છે પણ લોકોને સમયસર પુરતુ પાણી મળવું જોઇએ. આજી શુધ્ધીકરણની વાતો લાંબા સમયથી ચાલે પણ યોજના ફળીભુત થઇ નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ માટે સૌની યોજના અનેક સ્થાનિક જળસ્ત્રોત ઉપરાંત નવો ડેમ બનાવવાની પણ જરૂરીયાત હોવાનું સુચન થયેલ.મિડીયાના પ્રતિનિધિઓએ પોલીસનો વ્યવહાર તેમજ ચર્ચાસ્પદ બનાવવામાં પોલીસની ભૂમિકા અંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના પત્રનો સંદર્ભ ટાંકી સવાલો ઉઠાવ્યા હતાં.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સારા સત્તાધીશો મુકવાની જરૂરીયાત પણ પત્રકારે દર્શાવેલ. રાજકોટ-અમદાવાદ હાઇ-વે, ગોંડલ રોડ બ્રીજ, હોસ્પિટલ ચોક બ્રીજ વગેરે વિકાસ કામોમાં વિલંબ થઇ રહ્યાનું મિડીયાએ ભાજપના પ્રદેશ પ્રતિનિધિઓના ધ્યાને મૂકયું હતું. સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવતા દર્દીઓને પડતી મુશ્કેલીની વાત પણ કરવામાં આવેલ.

Read About Weather here

મીડિયાના પ્રતિનિધિઓએ પાણી અને પોલીસને લગતા સંખ્યાબંધ મુદ્ા ઉઠાવ્યા હતાં. કોઇને અન્યાય ન થાય અને પોલીસનો નૈતિક જુસ્સો તુટી ન જાય તેવી કાર્યવાહી કરવાની લાગણી વ્યકત થયેલ. આંતરીક-રાજકીય જૂથબંધીમાં રાજકોટને નુકશાન ન થવું જોઇએ તેમ પણ મીડીયા જગતનો સૂર હતો. મીડીયાએ રાજકોટમાં પ્રસંગોપાત મીડિયા સમક્ષ ભાજપની ભૂમિકા સ્પષ્ટ કરી શકે તેવી ટીમ બનાવવા સુચન કર્યુ હતું.ત્યારબાદ ધારાસભ્ય અને સહ-પ્રવકતા, ગુજરાત પ્રદેશ હિતુભાઇ કનોડિયાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની શુભેચ્છા મુલાકાત કરીને નિખાલસ ચર્ચા કરી હતી અને તેમની સાથે સ્ટેટ મીડિયા સેલના સહ ક્ધવીનર જુબીન આશરા, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here