હિટમેનની સિક્સે ફેનનું નાક તોડ્યું…!

હિટમેનની સિક્સે ફેનનું નાક તોડ્યું…!
હિટમેનની સિક્સે ફેનનું નાક તોડ્યું…!
ઉલ્લેખનીય છે કે મેચની છઠ્ઠી ઓવરમાં રોહિતે ફર્નાન્ડોની ઓવરમાં પુલ શોટ મારી સિક્સર ફટકારી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ડે-નાઈટ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. તેની આ સિક્સના કારણે એક દર્શકના નાકનું હાડકું તૂટી ગયું હતું. તેવામાં ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ આ બોલ સીધો મેચ જોઈ રહેલા એક દર્શક ગૌરવ વિકાસના નાક પર વાગ્યો હતો. એટલું જ નહીં આનાથી તેના નાકના હાડકામાં હેરલાઈન ક્રેક થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના મેડિકલ સ્ટાફે સૌથી પહેલા ગૌરવને પ્રાથમિક સારવાર આપવા માટે મેડિકલ રૂમમાં લઈ જવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યાર પછી કઈ સુધારો ન આવતા આ દર્શકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેને ટાંકા આવ્યા છે તથા નાકના હાડકાને ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.બેંગ્લોરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકન ટીમ પહેલા દાવમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ દરમિયાન એન્જેલો મેથ્યુસ (43) ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી.

તે જ સમયે આર અશ્વિન અને મોહમ્મદ શમીને 2-2 વિકેટ મળી હતી.બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલ 22 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેને લસિથ એમ્બુલડેનિયાએ પેવેલિયન ભેગો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આઉટ થતા પહેલા તેણે કેપ્ટન રોહિત સાથે પહેલી વિકેટ માટે 64 બોલમાં 42 રન જોડ્યા હતા.આ સિરીઝની 3 ઇનિંગ્સમાં મયંકે 19.67ની એવરેજથી માત્ર 59 રન કર્યા હતા.મયંક અગ્રવાલે છેલ્લી 8 ટેસ્ટ ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી.

Read About Weather here

ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 400મી ઈન્ટરનેશનલ મેચ છે. હિટમેન પહેલા સચિન તેંડુલકર (664), મહેન્દ્ર સિંહ ધોની (535), રાહુલ દ્રવિડ (505), વિરાટ કોહલી (458), મોહમ્મદ અઝહરુદ્દીન (433), સૌરવ ગાંગુલી (421), અનિલ કુંબલે (401) ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. ભારત માટે હિટમેને ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 400 મેચ રમાનારો રોહિત શર્મા 8મો ખેલાડી છે. તેણે અત્યારસુધી 230 વનડે, 125 T20 અને 45 ટેસ્ટ મેચ રમી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here