હવે માત્ર 8 મહાનગરોમાં નાઇટ કફર્યુ, કોચિંગ કલાસને મંજૂરી

હવે માત્ર 8 મહાનગરોમાં નાઇટ કફર્યુ, કોચિંગ કલાસને મંજૂરી
હવે માત્ર 8 મહાનગરોમાં નાઇટ કફર્યુ, કોચિંગ કલાસને મંજૂરી

લગ્ન પ્રસંગ માટે 150 મહેમાનોની છૂટ :રાજય સરકારની મહત્વની ધોષણા, શાળા-કોલેજોની પ્રવેશ પરીક્ષા અને સ્પર્દ્યામક પરીક્ષાઓ લેવાની પણ મંજૂરી
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને કોરકમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય : નવો હુકમ આવતીકાલથી 20 જૂલાઇ સુધી અમલમાં, કફર્યુ રાત્રે 10 થી 6 સુધી

કફર્યુ મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કફર્યુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.

કફર્યુ તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેંચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ. સાથે ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ. સાથે યોજી શકાશે.

રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

રેસ્ટોરેન્ટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12:00 કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ.ને આધિન ચાલુ રાખી શકશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ.ને આધિન ખુલ્લા રાખી શકાશે.

વાંચનાલયો 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત જ.ઘ.ઙ.ને આધિન ચાલુ રાખી શકાશે. બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.

Read About Weather here

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here