હવે પોલીસ તેમજ લોકોના સમયની બચત થશે, વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ ઘરબેઠા કરી શકાશે

હવે પોલીસ તેમજ લોકોના સમયની બચત થશે, વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ ઘરબેઠા કરી શકાશે
હવે પોલીસ તેમજ લોકોના સમયની બચત થશે, વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ ઘરબેઠા કરી શકાશે
હવેથી લોકો મોબાઈલ અને વાહનચોરીની ફરિયાદ ઘેર બેઠા જ કરી શકે તે માટે શનિવારે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-એફઆઈઆર પ્રોગ્રામનું લોન્ચીંગ કરવામાં આવશે. આ અંગે રાજકોટ પો.કમિશનરે જણાવ્યું હતું કે ઈ-એફઆઈઆર પ્રોગ્રામને કારણે લોકોએ પોતાના વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન સુધી ધક્કો ખાવો નહીં પડે અને તેઓ ઘર બેઠા જ એક વેબસાઈટ મારફતે પોતાની ફરિયાદ સરળતાથી નોંધાવી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

લોકો કોઈપણ જગ્યાએથી આ ફરીયાદ કરી શકશે. એફઆઈઆરની તપાસ અંગેની જાણકારી ફરીયાદીને એસએમએસથી કરવામાં આવશે . લોકો એફઆઈઆરની કોપી સિટીઝન પોર્ટલ પરથી પણ મેળવી શકશે. કોઈ ફરિયાદી દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવાય એટલે 120 કલાક મતલબ કે પાંચ દિવસની અંદર નોંધાવાયેલી ફરિયાદ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરી લેવામાં આવશે.

Read About Weather here

જો ફરિયાદ સાચી જણાશે તો તેને રેકર્ડ પર 120 કલાકની અંદર જ લઈને તેના ઉપર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે અને જો ફરિયાદમાં કોઈ પ્રકારનું તથ્ય નહીં જણાય તો તે આપોઆપ ડિલિટ થઈ જશે. એકંદરે આ પ્રકારની સુવિધાથી પોલીસ તેમજ લોકોના સમયની બચત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here