હવે તો પોલીસ સ્ટેશનમાંથી પણ ચોર ચોરી કરી જઈ…!

હવે તો પોલીસ સ્ટેશનમાંથી પણ ચોર ચોરી કરી જઈ...!
હવે તો પોલીસ સ્ટેશનમાંથી પણ ચોર ચોરી કરી જઈ...!

જેને તાલુકા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે પાર્કિંગમાં રાખ્યું હતું. પરંતુ મુદ્દામાલની જ ચોરી થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે 11 લાખની કિંમતના ટેન્કર અને અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરીનો ગુનો શહેર પોલીસ મથકે નોંધ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એલસીબી પોલીસે બે દિવસ પૂર્વે ખરોડ પાસેથી જ્વલનશીલ કેમિકલ સાથે ટેન્કર ઝડપી પાડ્યું હતું.

પોલીસે જ્વલનશીલ કેમિકલનો વેપલો ચલાવતા માફિયાના કારસ્તાનની આશંકા વ્યક્ત કરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગત રાત્રે તસ્કરો મુદ્દામાલ રૂપે પાર્ક કરેલું પેટ્રોલિયમ પ્રવાહી ભરેલું ટેન્કર ની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

ગત 18 મી ની રાત્રી ના ભરૂચ એલસીબી પોલીસે ખરોડ ચોકડી હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કર માં શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કર માં તપાસ કરતા કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે 2 ઈસમ ને ઝડપી પાડ્યા હતા

અને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ સુપ્રત કર્યો હતો. જે પેટ્રોલિયમ કેમિકલ ભરેલું ટેન્કર તાલુકા પોલીસ મથક બહાર પાર્ક કરવામાં આવ્યું હતું.

જે ટેન્કર ને ગત રાત્રીના 2 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બે અજાણ્યા ચોર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.

તાલુકા પોલીસ મથકના અધિકારીને સવારે જાણ થતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 5 લાખનું ટેન્કર, 6 લાખ રૂપિયાની કિંમતનું પેટ્રોલિયમ કેમિકલ 12000 લીટર મળી કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરીનો ગુનો નોંધ્યો હતો.

ઘટના સંદર્ભે ઉપલબ્ધ મળેલા સીસીટીવીના આધારે હ્યુમન ઈન્ટેલિજન્ટ, ટેક્નિકલ સર્વેલન્સના આધારે અંકલેશ્વર ડિવિઝન, ભરૂચ એલસીબી, એસઓજીની પાંચથી વધુ ટીમો બનાવી તપાસ કરાઈ રહી છે. આ અંગે હાલ વધુ તપાસ ચાલી રહી છે. – ચિરાગ દેસાઈ, ડીવાય એસપી અંકલેશ્વર.

અંકલેશ્વરના પોલીસ મથકોમાં વર્ષોથી વિવિધ વાહનો અને અન્ય મુદ્દામાલ પડ્યો છે. પોલીસ કમ્પાઉન્ડમાં ઠસોઠસ મુદ્દામાલ જોવા મળે છે. ત્યારે પોલીસ સ્ટેશન બહાર પણ ચોરી નો મુદ્દામાલ રાખવાની પોલીસ ને ફરજ પડી રહી છે. નર્મદા રેસ્ટ હાઉસ ખાતે મોટા ટ્રકનો ખડકલો કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર ને.હા.નં -48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલા હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કર માં શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કર માં તપાસ કરતા કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી 12000 લીટર કિંમત 6 લાખ તથા ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ છે.

Read About Weather here

સ્થળ ઉપરથી અબ્દુલ હુસેન મખદુમ હુસેન આરબ રહે. હાલ હાંસોટ, મૂળ સાગબારા, અને અકબર અફસર શેખ રહે- કોસંબા પકડાયેલા ની ગત 19 મી ઓક્ટોબર ના રોજ પોલીસે ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here