હવે આઈપીએલનો ફાઈનલ રોમાંચ ગુજરાતનાં આંગણે: આજે ક્વોલિફાયર-2

હવે આઈપીએલનો ફાઈનલ રોમાંચ ગુજરાતનાં આંગણે: આજે ક્વોલિફાયર-2
હવે આઈપીએલનો ફાઈનલ રોમાંચ ગુજરાતનાં આંગણે: આજે ક્વોલિફાયર-2
વિશ્ર્વનાં સૌથી મોટા ટી-20 ક્રિકેટ મેળાવડા આઈપીએલનો ફાઈનલ અને રોમાંચક તબક્કો હવે ગુજરાતનાં આંગણે યોજાઈ રહ્યો હોવાથી લાખો- કરોડો ક્રિકેટ ચાહકોમાં ગજબનાક ઉત્સાહ અને રોમાંચનું મોજું ફરી વળ્યું છે. કેમકે ફાઈનલ સહિતનાં બંને મહત્વનાં આઈપીએલ મેચ અમદાવાદમાં રમાનાર છે અને પહેલીવાર આઈપીએલ રમી રહેલી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હોવાથી ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ સમાતો નથી. અત્યારથી ક્રિકેટ માટે જબરદસ્ત કાળાબજાર થઇ રહ્યા છે. બંને મેચોની ટિકિટ માટે ચાહકોએ પ્રચંડ ધસારો કર્યો છે. વિશ્ર્વનાં સૌથી મોટા ગણાતા અતિઆધુનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલનો બીજો ક્વોલિફાયર મેચ રમાનાર છે. ત્યારે ફાઈનલ જંગ 29 મે રવિવારનાં રોજ ખેલાશે.

Visit Saurashtra Kranti Homepage here

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 20 હજાર પ્રેક્ષકોની છે. પુરેપુરી ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશ આપવા બીસીસીઆઈ દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મંજૂરી આપી દેવાઈ છે. આથી પુરેપુરી ક્ષમતા સાથે સ્ટેડિયમ ભરાઈ જવાની શક્યતા છે અને લાંબા સમયબાદ અહીં મેચ રમાઈ રહ્યો હોવાથી આખું અમદાવાદ જાણે કે ક્રિકેટમય બની ગયું છે. ગુજરાતભરમાંથી ઓનલાઈન અને સ્ટેડિયમ પરથી ટિકિટો મેળવવા અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. જ્યાં- જ્યાં ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે ત્યાં- ત્યાં ક્રિકેટ ચાહકોની માઈલો લાંબી કતારો જોવા મળી રહી છે.

આજે શુક્રવારે અહીં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો ક્વોલિફાયર-2 નાં મુકાબલામાં ખરાખરીનો જંગ ખેલવા મેદાન પર ઉતરશે. આ મેચમાં જીતનાર ટીમ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. રાજસ્થાન ટીમની આગેવાની સંજુ સેમસન સંભાળી રહ્યો છે ત્યારે બેંગ્લોરનાં કેપ્ટન તરીકે ફફ ડુપ્લેસી છે. બંને ટીમો વચ્ચે ફાઈનલમાં જવા માટે જોરદાર જંગ જામશે અને ક્રિકેટ ચાહકોને મજા-મજા પડી જશે. ખાસ કરીને ચાહકોની નજર વિરાટ કોહલી ઉપર વધારે રહેશે. ગયા મેચમાં કોહલીએ શાનદાર 73 રન ફટકારીને ફોર્મ પાછું મેળવ્યું હોવાથી કોહલીનાં ચાહકો વિરાટની વધુ એક વિરાટઇનિંગની આશા રાખે છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉતેજના જોવા મળી રહ્યા છે.

સ્ટેડીયમની બહાર ટીમોની જર્સી, ટ્રેક અને નાના-મોટા ધ્વજનું ધોમ વેચાણ થઇ રહ્યું છે. ટીમ કલરનાં ઝંડા અને ભારતીય તિરંગા આ ઝંડાઓનું જોરદાર વેચાણ થઇ રહ્યું છે. આજનો મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થઇ જશે. ફાઈનલમાં પહેલીવાર આઈપીએલ રમતી ગુજરાતની ટીમ હાર્દિક પંડ્યાનાં નેતૃત્વમાં ટ્રોફી જીતવા માટે ખૂબ જ તલપાપડ અને કટીબધ્ધ છે. ફાઈનલમાં તેનો મુકાબલો આજનાં મેચની વિજેતા ટીમ સાથે થશે. ફાઈનલ જંગ રવિવારે રમાશે. આઈપીએલમાં પહેલીવાર રમીને શાનદાર દેખાવ કરી પહેલા જ ધડાકે ફાઈનલમાં પહોંચેલી ગુજરાતની ટીમને કારણે અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં ક્રિકેટનો જોર ફરી વળ્યો છે.

Read About Weather here

હાર્દિક પંડ્યા રવિવારે સાંજે ટ્રોફી ઊંચકે એવી લાખો- કરોડો ચાહકો દુઆ અને પ્રાર્થનાઓ કરી રહ્યા છે. રાજકોટ જેવા અનેક મહાનગરો અને શહેરોમાં મહાકાય ટીવી સ્ક્રીન જાહેર ચોકમાં ગોઠવી ચાહકોને ફાઈનલ જંગ બતાવવાની સુવિધાઓ કરવામાં આવી રહી છે. આખું ગુજરાત જાણે કે ક્રિકેટમય બની ગયું છે. ફાઈનલમાં ગુજરાતની ટીમ બોલિંગમાં જાદુઈ સ્પિનર રશીદ ખાન પર વધુ મદાર રાખશે. બેટિંગમાં આફ્રિકાનાં ફટકાબાજ ઓપનર ક્વિન્ટન ડીકોક, હુડ્ડા, ખૂદ હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટીયા પર મદાર રહેશે. ફાસ્ટ બોલિંગમાં ગુજરાત ટાઈટન્સ ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય બોલર મહોમદ શામી પર મદાર રાખશે. હાર્દિક પંડ્યાનાં સુકાની પદની આ સીઝનમાં ઘણી પ્રશંસા થઇ છે અને એ ખૂદ ટીમને ટ્રોફીમંચ પર દોરી જવા માટે ખૂબ જ લડાયક મિજાજમાં દેખાઈ છે. આજનાં મેચમાં જે ટીમ જીતશે એ બેંગ્લોર અથવા રાજસ્થાન રવિવારે ગુજરાતની ટીમ સામે ખાંડા ખખડાવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here