‘હવાલા ગીરી બંધ કરો’ના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો સતત ત્રીજા દિવસે વિરોધ

‘હવાલા ગીરી બંધ કરો’ના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો સતત ત્રીજા દિવસે વિરોધ
‘હવાલા ગીરી બંધ કરો’ના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો સતત ત્રીજા દિવસે વિરોધ
રાજકોટમાં પોલીસ કમિશનર વિરૂધ્ધ આજે સતત ત્રીજા દિવસે પણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા અને ક્રાઈમ બ્રાન્ચ હવે હવાલા બ્રાન્ચના બેનરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીજીના પ્રતિમા રેસકોર્સ રીંગ રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમને નહિ ભ્રષ્ટાચારીઓને પકડોના કોંગ્રેસના આક્ષેપ કર્યા હતા. જેમાં શહેર કોંગ્રેસ ના 23 આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ખાનગી બિલ્ડર પાસેથી રૂ.75 લાખ કટકટાવ્યા હોવાનો ખુદ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આક્ષેપ કર્યો છે ત્યારે લાખોના ભ્રષ્ટાચાર સંદર્ભે આજે તા.9ને બુધવારે શહેર કોંગ્રેસ દ્વારા ત્રીજા દિવસે પણ રાજીવ ગાંધીજીના પ્રતિમા રેસકોર્સ રીંગ રોડ ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં હવાલા ગીરી બંધ કરાના નારા અને સરકારી ખંડણી ખોરી બંધ કરો, રક્ષક જ બન્યા ભક્ષકના બેનરો સાથે શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીજીના પ્રતિમા રેસકોર્સ રીંગ રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

Read About Weather here

જેમાં શહેર કોંગ્રેસના શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઇન્ટુક પ્રમુખ મુકેશભાઈ પરમાર, હાર્દિક રાજપૂત, વોર્ડ પ્રમુખો ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, સંજયભાઈ અજુડિયા, વાસુભાઈ ભંભાણી, નારણભાઈ હીરપરા તેમજ ગોવિંદભાઈ સભાયા, ઘનશ્યામસિંહ જાડેજા, રવિભાઈ ડાંગર, દિલીપભાઈ આસવાણી, પ્રભાતભાઈ ડાંગર, સુરેશભાઈ ગરૈયા, જગદીશભાઈ સાગઠીયા, અશ્વિનભાઈ બકુત્રા, પ્રકાશભાઈ વેજ્પરા, હિરલબેન રાઠોડ, ફરીદાબેન સહિતના 23 કોંગ્રેસના આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. તેમ ગોપાલ મોરવાડિયાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here