હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
અમદાવાદનું લઘુતમ તાપમાન છેલ્લા ચાર દિવસમાં 8 ડીગ્રી વધતાં ગરમીની સાથે બફારો અનુભવાયો હતો. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોમાં વાદળિયું વાતાવરણ રહેવા છતાં લઘુતમ તાપમાનમાં વધારો થતાં ગરમી વધી છે.

Visit Saurashtra Kranti Homepage here

હજુ ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ક્રમશ ગરમીમાં વધારો થશે, સાથો સાથ આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇ ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બુધવારે વાદળિયા વાતાવરણ વચ્ચે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડીગ્રી વધીને 36.7 ડીગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4 ડીગ્રી વધીને 22.1 ડીગ્રી નોંધાયું હતું. 6 માર્ચે અમદાવાદમાં ગરમીનો પારો 37 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. સાંજે શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

Read About Weather here

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી 9 શહેરોમાં ગરમીનો પારો 37 ડીગ્રીથી વધુ અને 9 શહેરોમાં લઘુતમ તાપમાન 21 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. ચારથી પાંચ દિવસ રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત્ રહેવાની વકી છે. 37.8 ડીગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here