હળવદ પંથકમાં રેતીચોરી કરતા પાંચ ડમ્પર ઝડપાયા

હળવદ પંથકમાં રેતીચોરી કરતા પાંચ ડમ્પર ઝડપાયા
હળવદ પંથકમાં રેતીચોરી કરતા પાંચ ડમ્પર ઝડપાયા

75 લાખનો મુદ્દામાલ સીઝ કરીને ખાણ ખનિજ ખાતાને ઊંઘતું રાખી

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખાણ ખનીજ ખાતાની મહેરબાનીથી સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે. રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અને વહન બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

હળવદ તાલુકાના ટીકર બ્રાહ્મણી નદીમાં ખાણ ખનીજ વિભાગને ઉંધતુ રાખી નવનિયુક્ત પીઆઇ કે.જે. માથુકીયા તથા સ્ટાફે ગેરકાયદેસર પાસપરમીટ વગર રેતીનું ખનન વહન કરતા ટીકર નર્મદા કેનાલ નજીક છાપો મારતા 5 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા.

રેતમાફીયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રેતી ચોરી કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી.

Read About Weather here

5 ડમ્પર કબજે કરી હળવદ પોલીસ સ્ટેશનએ અંદાજીત 75 લાખથી વધુનો મુદ્દામાલ 150 ટન જેટલી રેતી સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસના સપાટાથી રેતમાફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here