હળવદ પંથકમાં માવઠાથી ખેડૂતોને ફટકો

હળવદ પંથકમાં માવઠાથી ખેડૂતોને ફટકો
હળવદ પંથકમાં માવઠાથી ખેડૂતોને ફટકો

55 હજાર હેકટરમાં થયેલા શિયાળુ પાકને કમોસમી વરસાદથી માઠી અસર

હળવદ પંથકમાં હવામાન વિભાગની કમોસમી વરસાદથી આગાહી સાચી ઠરતા બે દિવસથી આવેલ વાતાવરણમાં પલટો બાદ હળવદ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવતા ખેતરોમાં પાણી પિણી થઈ ગયા હતા. જીરૂં, રાયડો, ચણા જેવા પાકો પર પાણી ફેરવી દેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દેતા આ વર્ષે ફરી એક વખત ખેડૂતો પર કુદરત રૂઠયો હોઈ તેવો ઘાટ સર્જાયો છે.ખેડુતોને પડીયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.

હળવદ પંથકમાં કે જ્યાં ચાલુ વર્ષ અંદાજીત 55000 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું જેમાં મુખ્ય ચણા અને જીરૂં, રાયડો,મેથી, જેવા પાકો હતા સારા પાકની આશાએ ખેડૂતોએ કડકડતી ઠંડીમાં મહેનત કરી હતી તે તમામ મહેનત જાણે એક જ રાતમાં કમોસમી વરસાદે ધોઈ નાખી કમોસમી વરસાદ થતાં જીરૂંના ઉભા પાક અને ચણામાં વ્યાપક નુકસાની આપી હતી. ખેડૂતએ સરકાર પાસે તાત્કાલિક રાહત આપે તેવી માંગ કરી હતી.

Read About Weather here

મેઘરાજા ને ખમૈયો કરવા પ્રાર્થના કરી હતી. જયારે કમોસમી વરસાદથી હળવદ તાલુકામાં રણમાં મીઠુ પકવતા અગરીયાઓને પડયા પર પાટું જેવો ધાક સર્જાયો છે.માવઠાથી મીઠાના અગરને ભારે નુકસાની થવાની શક્યતા સેવાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here