હળવદ તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી આપવા કરી માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કડીયાણા પાસે નર્મદા યોજનાની કેનાલમાં ગાબડુ પડતાં ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિ

હળવદ તાલુકાના સાત ગામના ખેડૂતોએ બ્રાહ્મણી-2 ડેમ હેઠળની કેનાલમાંથી પાણી આપવા માટે માંગ ઉઠાવી છે જેને લઇ ધનાળા ગામના પાટિયા પાસે 200થી વધુ ખેડૂતોએ એકઠા થઇ નર્મદા નહેરના અધિકારીઓને રજૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વરસાદ ખેંચાતા મહામુલા પાકને બચાવવા ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાના ધનાળા, મયુરનગર, જુના દેવળીયા, નવા દેવળીયા, પ્રતાપગઢ, ધુળકોટ,

ઘનશ્યામનગર સહિતના ગામોના ખેડૂતોને પાછલા 15 દિવસથી પાણી નહીં મળતા ધનાળા ગામના પાટિયા પાસે એકઠા થઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે

નર્મદા કેનાલના અધિકારીઓ સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ હતી.વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કપાસ અને મગફળીનો પાક સારો છે જો સમયસર બે પાણી પીવડાવવામાં આવે તો અમારો પાક બચી શકે તેમ છે.

જો સમયસર પાણ મળી જાય તો મહામુલો પાક બચી જાય તેમ છે. તાત્કાલિક ધોરણે અમને પાણી આપવા ખેડૂતોએ માંગ કરી છે. ઉપરાંત કડીયાણા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે

અને પાણી ભરાવવાને કારણે ખેડૂતના કપાસના પાક ઉપર ખતરો ઉભો થયો છે.નર્મદા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાવાને કારણે કપાસનો ઉભો

Read About Weather here

પાક બળી જાય તેવી દહેશત સેવાઇ રહી છે વરસાદી પાણીના નિકાલના અભાવે દર ચોમાસે કેનાલમાં ગાબડાં પડતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here