હરીપર પાળ પાસે પ્‍લાસ્‍ટીકના કારખાનામાં ભીષણ આગ…!

હરીપર પાળ પાસે પ્‍લાસ્‍ટીકના કારખાનામાં ભીષણ આગઃ ર કરોડનું નુકશાન
હરીપર પાળ પાસે પ્‍લાસ્‍ટીકના કારખાનામાં ભીષણ આગઃ ર કરોડનું નુકશાન
જાણ થતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે તાકીદે ઘટના સ્‍થળે પહોંચી છ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. કાલાવડ રોડ પર હરીપર પાળ પાસે આવેલ ‘શીવ પ્‍લાસ્‍ટીક ઇન્‍ડસ્‍ટ્રીઝ’ નામના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા હરીપર પાળ ગામ પાસે આવેલા ‘શિવ પ્‍લાસ્‍ટીક’ નામના કારખાનામાં રાત્રે એકાએક આગ લાગતા કારખાનામાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. બાદ કારખાનાનાં એક કર્મચારીએ તાકીદે જાણ કરતા કારખાનાના માલીક હિતેશભાઇ પરમાર તાકીદે સ્‍થળ પર પહોંચી ગયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

આગ બુઝાવવા માટે કારખાનાના કર્મચારીઓએ ફાયર સેફટીના સાધનો મારફતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા કારખાનાના માલીક હિતેશભાઇએ રાજકોટ અને મેટોડા ફાયર બ્રિગેડમાં જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડનો સ્‍ટાફ ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્‍થળે પહોંચી પાણી અને ફોર્મનો મારો ચલાવી છ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં મેટોડા જીઆઇડીસી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.આગ કારખાનાના શેડમાં લાગી હતી.

Read About Weather here

તેમાં પડેલ પ્‍લાસ્‍ટીકની શીટ બનાવવાનું મશીન તેમજ બાજુમાં ૬પ ટન જેટલો પ્‍લાસ્‍ટીકનો કાચો માલ બળીને ખાક થઇ ગયો હતો. આગના લીધે શેડ તથા દીવાલોમાં પણ નુકસાની થઇ હતી.આ બનાવની લોધીકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. કારખાનામાં શોટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું અને તેમાં અંદાજે બે કરોડનું નુકસાન થયુ હોવાનું કારખાનાના માલીકે જણાવ્‍યું હતું જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here