હનીમૂન માટે કપલ સાઈકલ પર નીકળ્યું

હનીમૂન માટે કપલ સાઈકલ પર નીકળ્યું
હનીમૂન માટે કપલ સાઈકલ પર નીકળ્યું
પંજાબના નવા શહર જીલ્લાના કુલથમ ગામમાં રહેવાસી 32 વર્ષીય અમરતપાલ સિંહ અને તેની પત્ની અમનજ્યોત કૌર. અમરતપાલ સિંહ પંજાબમાં સિંગર અને રાઈરનું કામ કરે છે. પંજાબના યંગ કપલે લગ્નના બે વર્ષ પછી હનીમૂન માટે જે આઈડિયા વિચાર્યો હતો તે હવે આખા દેશના યુવાનોને આકર્ષી રહ્યો છે. રાઈટર પત્નીએ તેના સિંગર પતિની સાથે સમગ્ર દેશ ફરવાની ગાંઠ વાળી લીધી. કપલે 1 જ મહિનામાં 2000 કિમીનો પ્રવાસ કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

ત્રણ દિવસ પહેલાં જ બંને પાલી પહોંચ્યા.બે વર્ષ પહેલાં 20 જાન્યુઆરી 2020ના રોજ લગ્ન કર્યા હતા. પતિ ફરવા ના લઇ ગયો આથી પત્નીએ કહ્યું, લગ્નનાં દોઢ વર્ષ થઈ ગયા છે, હવે તો ફરવા લઇ જાઓ. જવાબમાં પતિએ કહ્યું, આખો દેશ ફરવા લઇ જઈશ પણ સાઈકલ પર આવવું પડશે. પત્નીએ મજાકમાં હા પાડી દીધી. અમરતપાલ સાઈકલ લઇ આવ્યો. એ પછી બંનેએ તેમના ગામથી 15 ડિસેમ્બર, 2021થી સફર શરુ કર્યો. આશરે 2000 કિમી ફરીને પાલી પહોંચ્યા.

કપલે દેશની સંસ્કૃતિને જાણવા અને ફરવા માટે એક મહિના પહેલાંથી જ ઘરેથી નીકળ્યા હતા. રસ્તામાં થઈ જતા તો જાતે જ નાસ્તો બનાવતા હતા. બંને પંજાબથી ગંગાનગર, બિકાને, જેસલમેર, જોધપુર થઈને પાલી આવ્યા.

અમરતપાલે કહ્યું, મેં મજાકમાં દેશનું ભ્રમણ શરુ કર્યું હતું. સફરમાં અમે ઘણા બધા લોકોને મળ્યા. દરેક જગ્યાની સંસ્કૃતિને મોબાઈલમાં કેપ્ચર કરીને પોતાની યુટ્યુબ ચેનલ કિંગ એન્ડ ક્વીન પર અપલોડ કરશે. તેમનો હેતુ સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ દેખાડવાનો છે. આ માટે કોઈ ટાઈમલાઈન નક્કી કરી નથી. 12 ધોરણ સુધી ભણેલી અમનજ્યોત કૌરે કહ્યું, આખું વર્ષ કેમ ના લાગે ! પણ અમે સમગ્ર દેશ ફર્યા પછી જ ઘરે જઈશું.

Read About Weather here

અમરતપાલે કહ્યું, અમે ઘરેથી નીકળ્યા તેને એક મહિનાથી વધારે થઈ ગયું છે. અમરતપાલે કહ્યું, હું સિંગર અને રાઈટર છું. મારા લખેલા સોંગ પંજાબના ફેમસ સિંગર JGB ગાઈ ચૂક્યા છે. મેં અન્ય ઘણા પંજાબી સોંગ પણ ગાયા છે. અત્યાર સુધી 2500 રૂપિયા ખર્ચ્યા છે. તેમાંથી 1500 રૂપિયા સાઈકલનો ખર્ચ આવ્યો છે. અમે સમાજમાં જમતા અને રોકાતા આથી બીજો ખર્ચ ઓછો આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here