હજ્જારો ભકતો શ્રી રામભકિતમાં તરબોળ

હજ્જારો ભકતો શ્રી રામભકિતમાં તરબોળ
હજ્જારો ભકતો શ્રી રામભકિતમાં તરબોળ
વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ રઘુવંશીઓની માતૃ સંસ્થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.29 મે સુધી શ્રી રામનગરી ચૌધરી હાઈસ્કૂલ મેદાન રાજકોટ ખાતે ભવ્ય દિવ્ય અલૌકીક શ્રી રામકથાનું ભવ્ય આયોજન સાંજે 4:30 થી 8:30 વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે. જેનો લાભ લઇને હજ્જારો ભાવિકો ભાવવિભોર થઈને શ્રી રામભકિતમાં તરબોળ થઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ શ્રી રામકથાના મુખ્ય વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ પૂજય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડયા પોતાની અમૃતવાણી થકી હજજારો ભાવિકોને દરરોજ શ્રી રામકથાનું ભવ્ય રસપાન કરાવી રહ્યા છે. આ શ્રી રામકથાનો આજે સાતમો દિવસ છે. ગઈકાલે શ્રી રામકથાના છઠ્ઠા દિવસે શ્રી રામનગરી ખાતે રામભકિતનો રીતસર મહાસાગર ઘૂઘવ્યો હોય તેવા અલૌકીક દ્રશ્યો સર્જાયા હતા.

શ્રી રામકથાના મુખ્ય વકતા ભૂપેન્દ્રભાઈ પંડયાની અમૃતવાણીના દરેક શબ્દ અને વાકય ભાવિકોને વધુને વધુ શ્રી રામભકિતમાં તલ્લીન કરી રહ્યા છે. આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે જાણે રાજકોટ શહેર આખું શ્રી રામમય બની ગયું હોય. હૃદયના એક-એક તાંતણા જોડીને સાચા ભાવથી હજજારો શ્રોતાઓએ અનોખો કેવટ પ્રસંગ માણ્યો હતો. આ કેવટ પ્રસંગને નાટકીય અને આકર્ષક અનોખું સ્વરૂપ આપીને શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી અને કેવટના પાત્રોને હૂબહૂ રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેવટ પ્રસંગમાં શ્રી રામજીનું પાત્ર સિધ્ધાર્થ પોબારૂએ, સીતાજીનું પાત્ર પરીતાબેન પોબારૂએ, લક્ષ્મણજીનું પાત્ર દિશીત પોબારૂએ તથા કેવટનું પાત્ર ધવલ કારીયાએ ભજવ્યું હતું. આ રીતે રામકથામાં કેવટ પ્રસંગની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ રીતે કેવટ પ્રસંગની ઉજવણી થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું હોવાનું વ્યાસપીઠ ઉપરથી પૂજય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડયાએ જણાવ્યું હતું. ગઈકાલે પણ શ્રી રામકથાનું શ્રવણ કરવા વિવિધ ક્ષેત્રોના આગેવાનો, કથાકારો, ધાર્મિક અગ્રણીઓ પધાર્યા હતા અને શ્રી રામભકિતમાં લીન થયા હતા.

તદ્ઉપરાંત પૂજય ગુરૂજીના આર્શીવાદ લઈને પવિત્ર આરતીનો પણ લાભ લીધો હતો. આ તકે ખોડલધામના મોભી નરેશભાઈ પટેલ, અમરેલી ધારાસભ્ય પરેશભાઈ ધાના, દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ યુસુફઅલીભાઈ (જોહર કાર્ડ્સ), શાકીરભાઈ કાચવાલા, ખબ્બાસભાઇ, ત્રવાડી, રાજકોટ જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ ચાવાળા, ભાજપ અગ્રણી જસુમતીબેન કોરાટ, સમગ્ર લોહાણા સમાજના બારોટજી નિકુલભાઈ અને તેમના પુત્ર અભિજીતભાઈ, પીજીવીસીએલના દિલીપભાઈ પૂજારા, રાજકોટ મ્યુ.કમિશનર અમિત અરોરા, ડે.કમિશનર ચેતનભાઈ નંદાણી, અગ્રણી બિલ્ડર્સ સરવાનંદભાઈ સોનવાણી (આર.કે. બિલ્ડર્સ),

મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), પ્રસિધ્ધ કથાકારો અશોકભાઈ ભટ્ટ અને મીરાબેન ભટ્ટ, ડો.પ્રકાશભાઈ મોઢા, ડો.વિશાલભાઈ મોઢા, ડો.ત્રિશાંતભાઈ ચોટાઈ, કાશ્મીરાબેન નથવાણી, પ્રફુલભાઈ મોદી (મુંબઈ), નિતિનભાઈ નથવાણી, ધીરૂભાઈ કાનાબાર વગેરે મહાનુભાવોએ હાજરી આપી શ્રી રામકથાનો લ્હાવો લીધો હતો. દરરોજની માફક હજજારો લોકોએ શિસ્તબધ્ધ રીતે પ્રસાદ લીધો હતો. સાથે-સાથે સ્વયંસેવકો દ્વારા સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પ્રસાદ બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જૂનાગઢના સુપ્રસિધ્ધ વકતા રાધાબેન મહેતાએ ‘રઘુવંશ’ ઉપર પ્રવચન આવ્યું હતું.

Read About Weather here

શ્રી રામકથાનો લાભ લેવા દેશ-વિદેશી અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ઐતિહાસિક કથાનું રસપાન કરવા સેંકડો રામભકત શ્રી રામનગરી ખાતે આવ્યા હતા. શ્રી રામકથામાં દાતાઓ દ્વારા પણ સતત દાનનો ધોધ વરસી રહ્યો છે અને રોજ દાનના નવા-નવા રેકોર્ડસ સર્જાઈ રહ્યા છે.રામકથામાં થતું દાન ભવિષ્યમાં જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોમાં અને જ્ઞાતિના સર્વાંગી વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવાશે. તેવું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ જણાવ્યું હતું.(13.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here