સ્વ-ભંડોળની ગ્રાન્ટ પ્રશ્ર્ને શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી

સ્વ-ભંડોળની ગ્રાન્ટ પ્રશ્ર્ને શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી
સ્વ-ભંડોળની ગ્રાન્ટ પ્રશ્ર્ને શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ પ્રજાલક્ષી પ્રશ્ર્નોતરી સાથેની સામાન્ય સભા યોજાઈ
શાસક-વિપક્ષના સદસ્યોએ પ્રશ્ર્નોનો મારો ચલાવતા સમય વધારવો પડ્યો; પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષ સ્થાનેથી મુકેલા બે ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા

રાજકોટ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે પ્રથમ પ્રશ્ર્નોતરી સાથેની સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં શાસક-વિપક્ષના 8 સભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્ર્નોતરી શરૂ કરતાં દોઢ કલાક જેટલો સમય પ્રશ્ર્ન- જવાબમાં જ વીતી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અંતે લોધિકા તાલુકાના બે વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, ડીડીઓ દેવ ચૌધરી,ડેપ્યુટી ડીડીઓ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના જુદા જુદા તાલુકામાં રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધા વધારવા માટે જ્યોત્સનાબેન પાનસૂરિયાએ પ્રસ્તાવ રજૂ કરતા ઠરાવ મંજુર કરાયો હતો.

જ્યારે ઉપલેટા તાલુકના મોટી પાનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ જેન્તીલાલ મોહન બોરચિયાએ કરતા ઠરાવ પસાર કરી રાજ્ય સરકારમાં મોકલાયો હતો.

આ સાથે ગોંડલ તાલુકાના દેરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવાનો ઠરાવ રાજેશ લખુભાઈ ડાંગરે કર્યો હતો.ચેકડેમની મરામતની કામગીરી કરવા અંગે, વિકાસ કાર્યોની સમય મર્યાદા વધારવા,

ઉપલેટા સંચાલિત સરકારી કોવિડ હોસ્પિટલ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવા અંગે ડુમિયાણી મત વિસ્તારના ગીતાબેન ચાવડાની દરખાસ્તનો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડીંગ બનાવવા માટે સદસ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.

Read About Weather here

સામાન્ય સભામાં પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષ સ્થાનેથી ઔધોગિક વિસ્તરામાં ટ્રાફિક પેટર્નના હિસાબે રસ્તા બનાવવા તથા રાજકોટ તાલુકાના સોખડા – નાકરાવાળી – પીપળીયા સણોસરા રોડ, નાગલ પર જવાનો માર્ગના વિસ્તૃતિકર્ણ અર્થે બે ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here