સ્વામિનારાયણ મંદિર સામેનું ડિવાઈડર હાલાકીજનક

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી તંત્રએ મનસુફી પ્રમાણે ડિવાઈડરના અને રસ્તો બંધ કરી દીધો હોવાથી દરરોજ હજારો વાહનચાલકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ રસ્તો ખુલ્લો કરવા માટે અનેક વખત સહી ઝુંબેશ સહિતના આંદોલન અને વિરોધ પ્રદર્શન પણ થયા છતાં નિંભર પોલીસ ખાતું અને મહાપાલિકા તંત્ર આંખ આડા કાન જ કરતું આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અંતે હવે આ મામલે કોંગી અગ્રણીઓ કૃષ્ણદતભાઈ રૂદ્રદતભાઈ રાવલ, સંજયભાઈ લાખાણી તેમજ દેવેન્દ્રભાઈ  રાણા દ્વારા સ્વામિનારાયણ મંદિરના પૂ. કોઠારી સ્વામી તેમજ પૂ. અપૂર્વમુનિ સ્વામીને લેખિત રજૂઆત કરીને લોકોની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરતા તેમના પ્રતિનિધિ ઘનશ્યામસિંહ ઝાલા સાથે સહકારપૂર્ણ ચર્ચા કરતા જાણવા મળ્યું છે કે, વાહનચાલકો કરતા મંદિરના હરિભક્તોને તેમજ બહારગામથી આવતા મહેમાનોને આ બાબતે વધુ મુશ્કેલી પડે છે તેવું સંતો તરફથી જણાવવામાં આવેલ છે. તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે આ મુશ્કેલી માટે અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર સંપુર્ણપણે સાથે છે. આ સમસ્યાના નિવારણ માટે સંપુર્ણ સહયોગ આપી સહકાર આપવા તૈયાર છીએ તેવી સંતોએ ખાત્રી આપી હતી.

વળી અત્યાર સુધી આ બાબતે તંત્ર, મંદિર કે કોના દબાણને વશ થઈ લોકોની મુશ્કેલી દૂર કરવા કાર્યવાહી કરવામાં નથી આવતી? તે બાબત ઉજાગર કરવા પણ કોંગી આગેવાનોએ માંગ કરી છે. કોંગી આગેવાનોએ સ્વામિનારાયણ મંદિરના સંતોને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, મંદિરની આજુબાજુની સોસાયટીના રહીશોને તેમજ કાલાવડ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને પ્રેમવતી રેસ્ટોરન્સ પાસેનો રસ્તો બંધ કરી ડિવાઈડર મુકવાથી સમય, પેટ્રોલ, ડિઝલ વગેરેનો વ્યય થાય છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિ. કોર્પો.ના સતાધીશો પાસે, ટ્રાફીક પોલીસ પાસે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે છતાં પણ કોઈ પરિણામ આવેલ નથી.

Read About Weather here

આ બાબતે સરકારી તંત્ર સ્વામિ. મંદિરના સંતો પાસે લાચાર હોય તેવું લાગે છે. સંતો લોકોને સારું જીવન જીવવા માટેના બોધપાઠ આપે છો, તો લોકોને પડતી આ મુશ્કેલી દૂર કરવા સંતો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવે તો આ મુશ્કેલીઓનું નિવારણ આવશે તેવો દ્રઢ વિશ્ર્વાસ છે. તેમ કોંગી આગેવાનોએ જણાવતા સંતોએ પણ સહકારની ખાતરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here