સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે નર્સરીથી ધો.5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટેલેન્ટ હન્ટ સ્પર્ધા યોજાઈ

સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે નર્સરીથી ધો.5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટેલેન્ટ હન્ટ સ્પર્ધા યોજાઈ
સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે નર્સરીથી ધો.5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટેલેન્ટ હન્ટ સ્પર્ધા યોજાઈ

બાળકોમાં છુપાયેલી સંગીત નૃત્ય, કુકિંગ સહિતની પ્રતિભાઓ સ્પર્ધામાં સામે આવી

સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય ઉપરાંત બાળકોમાં રહેલા કૌશલ્યને ખિલવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે અવાર-નવાર વિવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં સંસ્થા દ્વારા નર્સરીથી ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટેલેન્ટ હન્ટ સ્પર્ધા યોજાઈ હતી. બાળકો અને તેમના વાલીઓ તરફથી ખુબ સારો પ્રતિસાદ સાંપડયો હતો.

ઘણા બાળકોમાં સંગીતની, કોઇમાં નૃત્યની તો કોઇમાં રાંધણકળાની એમ અલગ-અલગ પ્રતિભાઓ આ ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં સામે આવી હતી. સ્પર્ધામાં ઘણા બાળકોએ તેમના મનપસંદ ફિલ્મી કે નોન-ફિલ્મી ગીતો ઉપર ગાયન અને નૃત્ય રજૂ કર્યા હતા.

ઘણા બાળકોએ તેમના પેરેન્ટન્સની મદદથી કુકીંગ ટેલેન્ટ પ્રદર્શીત કરી હતી. જેમાં બાળકોએ તેમને આવડતી વાનગીઓ બનાવી પ્રસ્તુત કરી હતી. એકટીંગ ટેલેન્ટમાં બાળકોએ તેમના મનપસંદ પાત્રો જેવી વેશભૂષામાં અભિનય દ્વારા તેમની કલા પ્રસ્તુત કરવા પ્રયત્નો કર્યા હતા.

Read About Weather here

જયારે ક્રાફ્ટ એક્ટીવીટીમાં વિદ્યાર્થીઓએ તેની પાસે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને કલ્પનાશક્તિના આધારે અદભુત બનાવટો અને કલાકૃતિઓ રજુ કરી.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here