સ્વામિનારાયણ ગુરૂકુળમાં માનસિક સ્વાસ્થ્ય અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજાયો

સ્વામિનારાયણ ગુરૂકુળમાં માનસિક સ્વાસ્થ્ય અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજાયો
સ્વામિનારાયણ ગુરૂકુળમાં માનસિક સ્વાસ્થ્ય અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજાયો

આગામી બોર્ડની પરીક્ષાઓમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લવાશે

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ પ્રકારના સેમિનાર અને એક્પર્ટ સેશન્સના આયોજનો કરવામાં આવે છે. આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી હોવાથી વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે ખૂબ જ જરૂરી હોય છે.આ માટે શાળા દ્વારા ડો.અનિશા બાલ ચંદાણી (એમ.ડી. સાઇકાયટ્રિસ્ટ) ના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ સેમિનારમાં ગુરૂકુળ વિદ્યાલયના ધોરણ 10 અને 12 ના લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના ડાયરેક્ટર બોઘરા, પ્રિન્સિપાલ દવે, મહેશભાઈ વાડદોરીયા, એડમિનિસ્ટ્રેટર કાકડીયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો. અનીશા મેડમે પોતાના વક્તવ્યમાં શારીરિક આરોગ્યની સાથે સાથે માનસિક ક્ષમતા વધારવા માટેના અનેક સૂચનો કર્યા હતા. શારીરિક સ્વાસ્થ્ય શારીરિક ક્ષમતા આપે છે. જ્યારે માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્થિરતા, સ્વસ્થતા અને સુખ-શાંતિ આપે છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડી શકે છે. સેશનનાં અંતમાં ડો. અનિશા બાલ ચંદાણી અને વિદ્યાર્થીઓ માટેનું ‘ઇન્ટરેક્શન સેશન’ ખૂબ જ રસપ્રદ રહ્યું હતું.

Read About Weather here

જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્ર્નો રજૂ કર્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. જે.પી. વેકરીયાના આયોજન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિજ્ઞાન શિક્ષક ભૂંડિયાએ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here