‘સ્વચ્છ, સુંદર રાજકોટ’ના સૂત્રની હાંસી ઉડાવતી તસવીરો!

‘સ્વચ્છ, સુંદર રાજકોટ’ના સૂત્રની હાંસી ઉડાવતી તસવીરો!
‘સ્વચ્છ, સુંદર રાજકોટ’ના સૂત્રની હાંસી ઉડાવતી તસવીરો!-SAURASHTRA KRANTI

‘સ્વચ્છ રાજકોટ સુંદર રાજકોટ’ આ વાકયને સિધ્ધ કરવા માટે મનપા તેમજ શહેરીજનો દ્વારા પુરજોશમાં કામગીરી થતી જોવા મળી રહી છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારોમાં હજુ પણ કચરો યથાવત જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કચરાના ઢગલાનો કેટલાક સમયથી કોઇપણ પ્રકારનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ન હોય તેવું આ તસવીરમાં ખૂબ સચોટ રીતે દેખાઇ રહ્યું છે. મનપા દ્વારા શહેરના તમામ વોર્ડમાં ટીપરવાન મુકવામાં આવી છે એટલું જ નહીં તે ટીપરવાન ઘરે-ધરે જઇ કચરો એકત્ર કરે છે; સાથોસાથ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરીકોને ડિસ્ટબીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હોવા છતાં કચરાનો પ્રશ્ર્ન હજુ ત્યાંનો ત્યાં જ છે!

જો ટીપરવાન દરરોજ સમયસર કચરાનો નિકાલ કરવા માટે આવે તો પ્રશ્ર્ન એ થાય કે આટલી ગંદકી કેમ ફેલાય છે? અને જો ગંદકી ફેલાય છે તો તેનો યોગ્ય નિકાલ કરવામાં કેમ આવતો નથી? આથી લોકોએ પોતાની સુજબુઝ સાથે કચરાનો ફેલાવો ન કરવો જોઇએ અને તેના ફેલાવાને પણ અટકાવવો જોઇએ. જો આવું કરવામાં સહેજ પણ ચુક રહી જાશે તો લોકોએ ધણીખરી બિમારીઓનો સામનો કરવો પડશે. ત્યારે બીજીબાજુ જોવા જઇએ તો મહાનગરમાં મૌસમી રોગચાળો વકરતો જોવા મળી રહ્યો છે. સિવિલ અને ખાનગી દવાખાનાઓમાં વાયરલ બિમારીઓનો શિકાર બની ગયેલા દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.

Read About Weather here

જો આવી જ રીતે કચરો શહેરના તમામ વોર્ડમાં યથાવત રહ્યો તો ફેલાતા રોગચાાળાનો સામનો કરવો ખૂબ મુશ્કેલ થઇ જશે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા આટઆટલી કામગીરી કરી હોવા છતાં હજુ પણ કંઇક એવું કરવું જોઇએ કે લોકો વધુને વધુ જાગૃત થાય અને શહેરને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં પરિપૂર્ણ સાબિત થઇશે.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here