સ્પીકર વગાડવા મામલે યુવકની હત્યા…!

સ્પીકર વગાડવા મામલે યુવકની હત્યા…!
સ્પીકર વગાડવા મામલે યુવકની હત્યા…!
એક ભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહેસાણા તાલુકાના મુદરડા ગામે ટેબાવાળા ઠાકોરવાસમાં મંગળવાર સાંજે સ્પીકર વગાડવા બાબતે 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી કરેલા જીવલેણ હુમલામાં બે ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે લાંઘણજ પોલીસે હુમલો કરનાર 6 શખ્સો વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કરાયાં હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

મુદરડાના ટેંબાવાળા ઠાકોરવાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર (46) મંગળવાર સાંજે 7 વાગે નાના ભાઇ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મહોલ્લાના સદાજી રવાજી ઠાકોર રસ્તા પર આવી અજીતજી ઠાકોરને સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતાં અજીતજીએ માતાજીનો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હોવાનું જણાવ્યું હતું. જેને લઇ ઉશ્કેરાયેલા સદાજી ઠાકોર સહિત 6 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી જશવંતજી અને અજીતજીને ઢોર માર માર્યો હતો.આ સમયે ઘરે હાજર ભાણો વિજય (10)એ કટોસણ કામ અર્થે ગયેલ તેના મમ્મી હંસાબેનને ફોન કરી મારામારી અંગે જાણ કરી હતી.

Read About Weather here

હંસાબેને 100 નંબર ઉપર પોલીસને ઘટનાની માહિતી આપતાં લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી ઇજાગ્રસ્ત બંને ભાઇઓને 108ની મદદથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોઇ બંને ભાઇઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. લાંઘણજ પીઆઇ એસ.આઇ. ચાવડાએ જણાવ્યું કે, 6 આરોપીઓની ઓળખ થઇ ગઇ છે, ટૂંક સમયમાં ઝડપી લેવાશે.આ મામલે લાંઘણજ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here