સ્ટેડિયમ બહાર નાસભાગ થતાં 6નાં મોત, 40ની સ્થિતિ ગંભીર

સ્ટેડિયમ બહાર નાસભાગ થતાં 6નાં મોત, 40ની સ્થિતિ ગંભીર
સ્ટેડિયમ બહાર નાસભાગ થતાં 6નાં મોત, 40ની સ્થિતિ ગંભીર
ઓલેમ્બે સ્ટેડિયમની કુલ ક્ષમતા 60 હજાર દર્શકની છે. વળી, કોરોનાને કારણે અહીં 80 ટકા દર્શકોને જ મેચ જોવાની અનુમતિ આપવામાં આવી હતી. એેવામાં પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે 50 હજારથી વધુ લોકો મેચ જોવા પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સ્ટેડિયમની બહાર નાસભાગ મચી જવાથી છ લોકોનાં મોત થયાં હતાં અને 40 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. આ ઘટના સોમવારે કેમરૂનની રાજધાનીના ઓલેમ્બો સ્ટેડિયમમાં બની હતી.24 જાન્યુઆરીના રોજ અંતિમ-16 રાઉન્ડની મેચ કેમરૂન અને કોમોરોસ વચ્ચે હતી.

આ મેચ જોવા લોકો એકઠા થયા હતા. દરમિયાન એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ હતી. કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ દરમિયાન નાસભાગ મચી જવા પામી ગઈ હતી.

આવી સ્થિતિમાં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બાળકોને પણ કચડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે 40 ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે કેમરૂનની ટીમ ક્વોલિફાય કરવાની રેસમાં પોતાના ગ્રુપમાં સૌથી છેલ્લા ક્રમાંક પર છે.

તેવામાં કોમોરોસ સામે જીતની સાથે કેમરૂન ક્વાર્ટરફાઈનલમાં પહોંચી ગયું હોઈ, જેથી દર્શકો આ રોમાંચક મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે મેચ જોવા પહોંચ્યા હતા.કેમરૂનની સેન્ટ્રલ રીજનના ગવર્નર નસેરી પોલ બિયાના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં ઘાયલ લોકોની સ્થિતિ ઘણી ગંભીર છે.

Read About Weather here

અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે અમે ઘટના કેવી રીતે બની એની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ.કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here